ભાવનગરમાં હવે ખાલી બંગલો જ નહીં ફ્લેટમાં પણ ઘર સુધી કાર લઈ જવાશે…

બિલ્ડરો દ્વારા પાર્કિગની સમસ્યા હલ કરવા નવતર ઉપાય

કલ્પના કરો કે તમારું મકાન કોઈ એપાર્ટમેન્ટના 13મા માળ પર છે અને તમે કારમાં બેસીને જ તમારા ઘરના આંગણે પહોંચી જાવ તો કેવું લાગે? અમદાવાદ સહિતના ગુજરાતના મોટા શહેરોમાં ઉભા થઈ રહેલા કોંક્રેટના વિશાળ જંગલના કારણે જાહેર સ્થળ અને રેસિડેન્સિયલ વિસ્તારમાં પાર્કિંગની ભારે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. જોકે, હવે ગુજરાતના શહેરોમાં પોતાના ઘરના ફ્લોર સુધી કાર લઈ જવાની સુવિધાઓ ટૂંક સમયમાં મળતી થાય તો નવાઈ વાત નહીં રહે.

ભાવનગરમાં એક ડેવલોપરને 6,200 સ્ક્વેર યાર્ડ પ્લોટની જગ્યામાં 13 માળની હાઈ-રાઈઝ રેસિડેન્સિયલ બિલ્ડિંગ ઉભી થશે, અને આ બિલ્ડિંગના પ્લાનમાં ફ્લેટનો માલિક પોતાના ફ્લોર સુધી કાર લઈ જઈ શકે તેવો પ્લાન પાસ કરાવ્યો છે.

આ બિલ્ડિંગમાં એક છૂપું હાઈડ્રોલિક પ્લેટફોર્મ હશે જેના ઉપયોગથી ફ્લેટના માલિક તેમની કાર તેમના ઘરના આંગણા સુધી લઈ જઈ શકશે. એટલે વ્યક્તિ 10મા માળે રહેતી હોય તો તેણે કારમાંથી ઉતરીને સામાન લઈને લિફ્ટ સુધી જવાની જરુર નહીં પડે પણ કારમાં બેસીને જ પોતાના ફ્લોર પર પહોંચી જવાશે. આ સુવિધામાં પોતાના ઘરની બાજુમાં જ વાહન પાર્ક કરી શકાય તેવી સુવિધા મકાન માલિકને આપવામાં આવશે. પ્લાન પાંચ એપાર્ટમેન્ટ વચ્ચે દરેક ફ્લોર પર 10 લક્ઝરી કાર પાર્ક કરી શકાય તેટલી જગ્યા આપવામાં આવશે.

આ બિલ્ડિંગના ડેવલપર કમલેશ શાહે જણાવ્યું છે કે, આ એપાર્ટમેન્ટમાં 3 અને 4 બીએચકે ફ્લેટ હશે અને દરેકને બે કાર પાર્ક કરી શકાય તેટલી જગ્યા આપવામાં આવશે.

ભાવનગરના મ્યુનિસિપલ કમિશનર એમએ ગાંધીએ પણ આ પ્લાનને મંજૂરી આપી છે. કમિશનર ગાંધીએ જણાવ્યું છે કે, “અમે 13 માળની બિલ્ડિંગને GDCR (General Development Control Regulations) અંતર્ગત મંજૂરી આપી છે.” આ પહેલા પહેલા માળ સુધી હાઈડ્રોલિક લિફ્ટ દ્વારા વાહન લઈ જવાની મંજિરી બે પ્રોજેક્ટ્સમાં આપવામાં આવી હતી.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી