હવે ટેસ્ટ મેચો પણ બનશે રસપ્રદ, કરવામાં આવી શકે છે આ મોટા ફેરફાર

MCC વિશ્વ ક્રિકેટ સમિતિએ ટેસ્ટ ક્રિકેટને વધુ મજેદાર બનાવવા માટે કેટલાક પ્રસ્તાવ આપ્યા છે. ટી-20 જેવા ફૉર્મેટ આવવાનાં કારણે ટેસ્ટ ક્રિકેટને મોટો ફટકો પડ્યો છે અને લાંબુ ફૉર્મેટ હોવાના કારણે લોકો જોવાનું પણ ટાળે છે. આ વાતને ધ્યાનમાં રાખીને MCC વિશ્વ ક્રિકેટ સમિતિએ રસપ્રદ સૂચનો આપ્યા છે, જેમાં સમય બરબાદ થતો અટકાવવા માટે ‘શૉટ ક્લૉક’ લગાવવી, શરૂઆતની વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે એક સ્ટાન્ડર્ડ બૉલનો ઉપયોગ કરવો અને નો બૉલ બાદ ફ્રી હિટ જેવી ભલામણો કરી છે.

ટેસ્ટ ક્રિકેટમાં હાલ ફ્રી હિટનો કોઈ કોન્સેપ્ટ નથી. કેટલાક દેશોમાં ટેસ્ટ ક્રિકેટની ઘટતી લોકપ્રિયતાને કારણે લાંબા સમયથી ફેરફારની માંગ ચાલી રહી હતી. એવામાં નો બોલ પર ફ્રી હિટ આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. થોડા દિવસો અગાઉ બેંગલુરુમાં MCCની બેઠકમાં તેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇક ગેટિંગની અધ્યક્ષતાવાળી સમિતિએ ગત સપ્તાહે બેંગલુરૂમાં યોજાયેલી બેઠકમાં ટેસ્ટ ક્રિકેટ માટે કેટલાક ફેરફારોનું સૂચન કર્યું છે. આ સમિતિમાં પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી પણ સામેલ છે. આ પ્રસ્તાવોને મેરિલબોન ક્રિકેટ ક્લબ (MCC)એ મંગળવારે રાત્રે પોતાની વેબસાઇટ પર અપલોડ કર્યાં છે.

ટેસ્ટ ક્રિકેટમાં સ્લો ઓવર રેટ પર લગામ લગાવવા માટે પણ MCCની બેઠકમાં વાત કરવામાં આવી હતી. તે મુજબ ઓવરની વચ્ચે એક કાઉન્ટડાઉન ક્લોક લગાવવાનો પણ પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.

 144 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી