September 18, 2021
September 18, 2021

હવે બેંકમાં રજાના દિવસે પણ સેલરી અને પેન્શન મળશે

આવતીકાલથી આ ફેરફાર થશે, જાણો

દેશમાં 1 ઓગસ્ટથી ઘણા ફેરફાર થવા જઈ રહ્યા છે જેની સીધી અસર તમારા ખિસ્સા અને જીવન પર પડશે. બેંકમાંથી ટ્રાન્ઝેક્શન રવિવારે અને રજાના દિવસે પણ થઈ શકશે. એ સિવાય હવે ATMમાંથી પૈસા ઉપાડવા માટે તમારે વધારે ચાર્જ ચૂકવવો પડશે.

ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરતા ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે આવતીકાલથી એટલે કે 1લી ઓગસ્ટથી નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH)ની સુવિધા દરરોજ ઉપલબ્ધ થશે.હાલમાં આ સેવા બેંકોના તમામ કામકાજના દિવસોમાં ઉપલબ્ધ છે.

NACH શું છે?
NACH એક એવી બેકિંગ સુવિધા છે, જેના દ્વારા કંપનીઓ અને સામાન્ય માણસ દર મહિનાના જરૂરી વ્યવહારો સરળતાથી કરી શકે છે. હવે 1 ઓગસ્ટ, 2021 થી, આ સુવિધા અઠવાડિયાના તમામ દિવસો પર ઉપલબ્ધ રહેશે. NACH સેવા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા ચલાવવામાં આવે છે.

બેંક રજા હોય તો પણ ખાતામાંથી EMI કાપવામાં આવશે. 24 કલાક ઉપલબ્ધ સુવિધા સાથે, બેંકમાં રજા હોય તો પણ તમારા EMI તમારા બેંક ખાતામાંથી કપાઈ જશે. મ્યુચ્યુઅલ ફંડ, લોન EMI,ટેલિફોન સહિતના તમામ બિલ હવે બેંકની રજા હોય ત્યારે પણ ચૂકવી શકાશે.

હાલમાં, મોટાભાગની કંપનીઓ તેમના કર્મચારીઓના ખાતામાં પગાર નાખવા માટે રાષ્ટ્રીય સ્વચાલિત ક્લિયરિંગ હાઉસનો ઉપયોગ કરે છે, જેના કારણે બેંક રજાના દિવસે તમારા ખાતામાં પગાર આવતો નથી. પરંતુ હવે આ સુવિધા 24 કલાક ઉપલબ્ધ હોવાથી રજાના દિવસે પણ તમારા ખાતામાં પૈસા જમા થશે.

ATMમાંથી પૈસા ઉપાડવાનું મોંઘું થશે
1 ઓગસ્ટથી ATMની ઈન્ટરચેન્જ ફી 15 રૂપિયાથી વધીને 17 રૂપિયા કરી દેવામાં આવી છે, જ્યારે નોન-ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન પર પણ ફી 5 રૂપિયાથી વધારીને 6 રૂપિયા કરી દેવામાં આવી છે. બેંક ગ્રાહકોની સુવિધા માટે દરેક જગ્યાએ ATM લગાવે છે.

બીજા બેંકોના ગ્રાહકો પણ આ મશીનમાંથી પૈસા ઉપાડવા અથવા ટ્રાન્સફર કરે છે. દરેક બેંક નિઃશુલ્ક ટ્રાન્ઝેક્શનની મર્યાદા નક્કી કરે છે. એનાથી વધારે લેવડદેવડ કરવા પર ગ્રાહકો પાસેથી ફી લેવામાં આવે છે. તેને ઈન્ટરચેન્જ ફી કહેવામાં આવે છે.

LPG સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે
દર મહિનાની પહેલી તારીખે કેન્દ્ર સરકાર LPG સિલિન્ડરની કિંમતની જાહેરાત કરે છે. ગયા મહિને સરકારે 14.2 કિલોના વજનવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 25.50 રૂપિયાનો વધારો કર્યો હતો.

 22 ,  1