હવે સૌથી મોટો સવાલ ભાજપના જૂના જોગીઓ શું કરશે?

પડતાં મુકાયેલા સિનિયરો પક્ષ માટે કામ કરશે કે કારનામા કરશે?

ગુજરાત ભાજપમાં નવી સરકારની શપથવિધિ એક ભવાઈ જેવી બની હતી છેલ્લા ઘણા દિવસથી ચાલી રહેલા નાટક પર આખરે આજે સસ્પેન્સ ઉઠ્યું છે. મુખ્યમંત્રીની ટીમમાં કુલ 24 મંત્રીઓની આજે શપથવિધિ યોજાઈ હતી. નો રિપીટ થિયરી લાવીને ભાજપે ખુદ પોતાના ધારાસભ્યોને જ સરપ્રાઈઝ આપ્યું છે. રૂપાણી સરકારના એક પણ નેતાને સ્થાન આપવામાં આવ્યુ નથી. ત્યારે આ નેતાઓનું હવે શુ એ મૂંઝવતો પ્રશ્ન છે. આ નેતાઓનો ભાજપમાં શુ રોલ હશે.

વિજય રૂપાણી. નીતિન પટેલ, સૌરભ પટેલ, પ્રદીપસિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા

અત્યાર સુધી ગુજરાત સરકારમા કી રોલમાં રહેલા આ તમામ દિગ્ગજો કેબિનેટ રિસફલથી એકાએક નવરા પડી ગયા છે. આ તમામ નેતાઓ પાસેથી મંત્રી પદ છીનવાઈ ગયુ છે. આ નેતાઓએ પક્ષ સામે ભારોભાર નારાજગી વ્યક્ત કરી, પણ તેમનું કંઈ ઉકળ્યુ નહિ. આ નારાજગીને કારણે એક દિવસ શપથવિધિ સમારોહ મોડો પણ કરાયો. પરંતુ દિલ્હી હાઈકમાન્ડથી તેમને ચૂપ રહેવાના સંકેત આપી દેવાયા. જે સ્પષ્ટ બતાવે છે કે, તેમને ચૂપ રહેવા ઈશારો કરાયો હતો. નીતિન પટેલ શંકરસિંહ વાઘેલાને પણ મળી આવ્યા, પરંતુ તેમ છતાં કોઈ ઉકેલ ન આવ્યો. આવામાં હવે આ દિગ્ગજોનું ભાવિ અદ્ધરતાલ છે.

વિજય રૂપાણી ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી પદે રહી ચૂક્યા છે. મુખ્યમંત્રીપદ જવાનો રંજ તેમને ચોક્કસ હશે, પરંતુ નારાજગી નથી. હવે પાર્ટી તેમને જે કામ અથવા પદ સોંપે એ તેઓ સહર્ષ સ્વીકારી લેશે.

નીતિન પટેલ – સતત ત્રીજીવાર મુખ્યમંત્રીપદના સૌથી પ્રબળ દાવેદાર તરીકે તેમનું નામ આવ્યું અને ત્રણેય વખત એક વ્હેત જેટલી ખુરશી છેટી રહી ગઈ છે. હવે તેમની રાજકીય કારકિર્દી સામે સૌથી મોટું જોખમ છે. આમ તો તેમને ભાજપનું મોવડીમંડળ કોઇ જવાબદારી સોંપે એવી ચર્ચા હતી, પરંતુ તેમને હવે એ શક્યતા જણાતી નથી.

પ્રદીપસિંહ જાડેજા – પ્રદીપસિંહ જાડેજા હજુ યુવાન અને ખૂબ રાજકીય સમજ ધરાવતા નેતા છે. તેમના કામનો બદલો ભાજપનું મોવડીમંડળ આવતી ચૂંટણી પછી રચાનારી સરકારમાં સારી રીતે આપી શકે છે, તેથી ત્યાંના આદેશને માનવાનો રહેશે.

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા – ચૂડાસમા ખૂબ સિનિયર મંત્રી છે.વિધાનસભા ચૂંટણીની તેમની જીત કોર્ટમાં પડકારાઇ છે અને હવે જો તેમને સ્પીકરનું પદ પણ ન મળે તો સલાહકારનું અથવા સંગઠનમાં હોદ્દા વિના કામ મળે તો એ સ્વીકારવું પડશે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી