હવે ટૂંકા વસ્ત્રો પહેરનારને શામળાજી મંદિરમાં નહિ મળે પ્રવેશ

યાત્રાધામ શામળાજી ટ્રસ્ટ દ્વારા કોરોના અંતર્ગત ઐતિહાસિક નિર્ણય

ભગવાનનાં દર્શન કરવા આવતા યાત્રિકો માટે નિયમ અમલી 

ગુજરાતના પ્રસિદ્ધ શામળાજી મંદિર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી શામળાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી આવતા મુસાફરોને મંદિરમાં પ્રવેશ નહિ મળે. ટ્રસ્ટ દ્વારા ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં જવા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જે સ્ત્રી અને પુરુષો બંનેને લાગુ પડશે. આ માટે મંદિરના બહાર એક બોર્ડ મૂકવામાં આવ્યું છે. 

ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા પુરુષો માટે ધોતી તથા પીતાંબર વૈકલ્પિક વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. મહિલાઓ માટે પણ લેંઘા જેવા લાંબા વસ્ત્રોની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરાઇ છે. ભગવાન શામળીયાના દર્શન કરવા માટે આવતાં યાત્રિકો માટે આ નિયમ આજથી અમલી કરવામાં આવ્યો છે.

રાજ્યભરમાંથી હજારો પ્રવાસીઓ શામળાજી મંદિર ખાતે આવતા હોય છે. લોકો ભગવાન કાળીયા ઠાકોરના દર્શન કરી ધન્ય બનતા હોય છે, ત્યારે હવે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં એક મર્યાદા સાથે સંકૃતિનું પાલન થાય તે માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાંથી અલગ અલગ સ્થળો પરથી આવતા શ્રદ્ધાળુઓ બરમુડા, સ્કર્ટ જવા ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા હોય છે. આ કારણે મંદિરમાં અન્ય લોકો પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાતા હોય છે.

જણાવી દઇએ, હાલમાં જ મહિલાઓનાં શોર્ટ્સને લઈને ઉત્તરાખંડના સીએમ વિવાદમાં છે. તે જ સમયે શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે.

 81 ,  1