ડાયમંડ નગરી સુરતમાં હવે હીરા ઘસવા રોબોટનો ઉપયોગ…!

સુરતમાં હીરા કારોબાર અધધ.. 2 લાખ કરોડ રૂપિયાને છે..

સુરતના હીરા  ઉદ્યોગમાં રોબોટ-આર્ટીફિશિયલ ઇન્ટેલીન્સ- યંત્રમાનવનો પ્રવેશ થઇ ગયો છે. સુરતમાં ડાયમંડ પોલીશીંગના મોટા એકમોએ કોરોના કાળમાં કુશળ કારીગરોની અછત અને સોશ્યલ ડીસ્ટન્સીંગના નિયમોને ધ્યાનમાં રાખીને હીરા ઘસવા અને પોલીશીંગ વગેરે. કામ માટે રોબોટને કામે લગાવ્યાં છે. દુનિયાના 10 હીરામાંથી 8 હીરા જ્યાં તૈયાર થાય છે તે ગુજરાતના સુરત શહેરમાં હીરા કટીંગ-પોલીશીંગના અંદાજે 3500 કરતાં વધારે એકમો આવેલા છે. જ્યાં રોજે રોજ લાખો હીરા તૈયાર કરીને નિકાસ થાય છે.

હીરાના કામ માટે કુશળ કારીગની જરૂર રહેતી હોય છે. કોરોના કાળમાં ઘણાં કારીગરો તેમના વતન જતાં રહ્યાં અને કારીગરોને નિયત અંતર રાખીને બેસાડીને કામ લેવાના નિયમના પાલનમાં પડતી મુશ્કેલી વગેરેને ધ્યાનમાં રાખીને મોટા એકમોએ કુશળ કારીગરની જેમ જ હીરા ઘસે અને પહેલ પાડે તેવા રોબોટ જરૂરીયાત મુજબ તૈયાર કરાવીને કારખાનામાં કામે લગાડ્યા છે.

એક કુશળ કારીગરને  હીરા પર્ તમામ પ્રક્રિયા કરવા પર અંદોજે બે કલાક લાગતા હોય ત્યાં રોબોટ માત્ર 20 મિનિટમાં એક હીરો તૈયાર કરી આપે છે…!! હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા વર્તુળોનો દાવો છે કે મોટા હીરા કારોબારીઓએ રોબોટ લગાવ્યા છે. નાના મધ્યમ એકમોમાં કારીગરો પર આધાર રાખવાનો હોવાથી રોજગારી પર કોઇ અસર નહીં થાય.

નોંધનીય છે કે સુરતમાં હીરાનો કારોબાર એક અંદાજ પ્રમાણે 2 ટ્રીલીયન અમેરિકન ડોલર જેટલો છે. એટલે કે બે લાખ કરોડ રૂપિયાનો કારોબાર માત્ર હીરામાં જ થાય છે. રાજકિય રીતે પણ સુરતનું  આર્થિક મહત્વ રહેલું છે.

 121 ,  3