September 19, 2021
September 19, 2021

હવે મહિલાઓ પણ NDAમાં પ્રવેશ મેળવી શકશે

 કેન્દ્ર સરકારે લીધેલા આ ઐતિહાસિક નિર્ણયને સુપ્રીમ કોર્ટે પણ બિરદાવ્યો

હવે મહિલાઓને પણ રાષ્ટ્રીય રક્ષા એકેડમી એટલે કે એનડીએમાં સામેલ થઈ શકશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યુ હતું કે, તેમણે મહિલાને એનડીએ દ્વારા સેનામાં સ્થાઇ કમિશન આપવાનો નિર્ણય લીધો છે. કોર્ટે આ અંગે ખુશી વ્યક્ત કરતાં સરકારને આ અંગે સોગંદનામું કરવા માટે કહ્યું હતું. 

કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, ‘ભારતની સશસ્ત્ર દળોમાં કાયમી કમિશન માટે એનડીએમાં મહિલાઓની પણ ભરતી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ભારતીય સેનાને તેમની ‘નીતિ’ માટે ઠપકો આપ્યો હતો અને આ બાબતની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે કોર્ટે મહિલાઓને આ વર્ષે લેવાનારી પરીક્ષા આપવાની મંજૂરી આપશે.

સરકારે કહ્યું છે કે, ‘NDA અભ્યાસક્રમોમાં મહિલાઓના સમાવેશ માટે માર્ગદર્શિકા તૈયાર કરવા માટે થોડો સમય જરૂરી છે.’ સુપ્રીમ કોર્ટે સરકારને 10 દિવસનો સમય આપ્યો છે. અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, અમને એ જાણીને અત્યંત આનંદ થયો છે કે સશસ્ત્ર દળોએ NDAમાં મહિલાઓને સામેલ કરવાનો નિર્ણય લીધો છે. અમે જાણીએ છીએ કે સુધારા એક દિવસમાં થતા નથી. સરકાર પ્રક્રિયા અને સમયમર્યાદા નક્કી કરશે.

કોર્ટે કહ્યું, ‘સશસ્ત્ર દળો મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ દળોમાં પણ પુરુષ સ્ત્રીના ભેદભાવ દૂર કરી સમાનતા લાવવાની જરૂર છે. અમે ઇચ્છીએ છીએ કે તેઓ કોર્ટના હસ્તક્ષેપની વગર આ સમાનતા સુનિશ્ચિત કરવા માટે પગલાં લે.

 18 ,  1