September 20, 2021
September 20, 2021

હવે Google પર કરી શકશો કોરોના રસીનું બુકિંગ, જાણો વિગત

કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રીએ ટ્વીટ કરી જાણકારી આપી

દેશમાં કોરોના વાયરસ સામે લડવા રસીકરણ એક માત્ર શસ્ત્ર છે જેને પગલે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. વેકસીનેશન માટે સ્લોટ બુકિંગની પ્રક્રિયાને વધારે સરળ કરી દેવામાં આવી છે. આ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી હતી.

માંડવીયાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે ,”કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કોવિડ 19 નાં વેકસીનેશનને વધારે સરળ બનાવવા માટે એક સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. હવે માત્ર ગૂગલ પર ”કોવિડ વેક્સિન નિયર મી” આટલું જ સર્ચ કરવાથી તમને સ્લોટ વગેરેની તમામ માહિતી દેખાશે.

ગૂગલ સર્ચ કરવાથી વેક્સિન અંગે માહિતી તો મળશે જ એટલું જ નહીં પણ ત્યાં એક ઓપ્શન પણ દેખાશે “બુક માય અપોઇન્ટમેન્ટ”. આ ફીચરનો ઉપયોગ કરીને સ્લોટ પણ બુક કરી શકાશે.

 108 ,  2