Instagram યુઝર્સ માટે ઝટકો..! ખર્ચવા પડશે પૈસા…

હવે Instagram માટે પણ આપવા પડશે રૂપિયા?

ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં લોકો લોકપ્રિય સોશિયલ મીડિયા એપ ઈંસ્ટાગ્રામ (Instagram)નો ઉપયોદ કરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે ઈંસ્ટાગ્રામ હવે પોતાના પ્લેટફોર્મ પર સબ્સક્રિપ્શનની સુવિધા લાવી રહ્યુ છે. આ વાતની જાણકારી એક રિપોર્ટમાં સામે આવી છે. આપને જણાવી દઈએ કે, ઈંસ્ટાગ્રામ વિશેષ કંટેન્ટને રજૂ કરશે, જે ફક્ત ક્રિએટર્સના સબ્સક્રાઈબર્સને જ દેખાશે. હવે મેટાના સ્વામિત્વવાળા ફોટો શેયરીંગ પ્લેટફોર્મ આગામી ફીચરના વ્યાપક પરીક્ષણ માટે છે. ઈંસ્ટાગ્રામની એપ સ્ટોર લિસ્ટીંગમાં હવે યુએસમાં એક નવું ઈંસ્ટાગ્રામ સબ્સક્રિપ્શન એપ આવી ચુક્યુ છે. આપને જણાવી દઈએ કે, લિસ્ટીંગને 1 નવેમ્બરના રોજ અપડેટ કરવામાં આવ્યુ હતું.

પહેલી વાર લિસ્ટીંગને સેંસર ટાવર દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યું હતું. ઈંસ્ટાગ્રામ સબ્સક્રિપ્શનની કિંમત લગભગ $0.99 અને $4.99ની વચ્ચે છે.

ભારતમાં ઈંસ્ટાગ્રામ માટે એપ સ્ટોર લિસ્ટીંગમાં ઈંસ્ટાગ્રામ સબ્સક્રિપ્શન માટે 89 રૂપિયા મહિનાનો ચાર્જ આપવાનો રહેશે. તેના પહેલા લિસ્ટીંગમાં ફક્ત ઈન એપ ખરીદી તરીકે બૈઝ શામેલ હતા, જેની કિંમત 89 રૂપિયાથી 449 રૂપિયા સુધી હતી. ઈંસ્ટાગ્રામના પ્રમુખ એડમ મોસેરીનું કહેવુ છે કે, આ પ્લેટફોર્મ ક્રિએટર્સ માટે એવું મોડલ શોધ કરી રહી છે, જે સબ્સક્રિપ્શન બેસ્ટ હોય.

જો કે, ઈંસ્ટાગ્રામે હજૂ સુધી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરી નથી. પણ લિસ્ટીંગ એવા સંકેત આપી રહ્યુ છે કે, કંપની અપકમિંગ ફિચર પર કામ કરી રહ્યુ છે. આ સબ્સક્રિપ્શનમાં યુઝર્સ ફોટો-શેયરીંગ એપ પર પ્રભાવિતો અને કંટેન્ટ નિર્માતાઓન વિશેષ કંટેન્ટ વેચવાની પરવાનગી મળી શકે છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કંપનીએ આ યોજનાની રૂપરેખા તૈયાર કરી હતી. કંપનીએ સપ્ટેમ્બર મહિનામાં તેને કેનેડા અને યુએસ જેવા દેશોમાં IOS યુઝર્સ માટે પહેલા તબક્કામાં રજૂ કર્યું હતું.

આપને જણાવી દઈએ કે, ઘણા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સબ્સક્રિપ્શન બેસ્ડ સેવાઓની સાથે એક્સપેરિમેંટ કરી રહ્યા છે જ્યાં યુઝર્સ પોતાની પસંદના ક્રિએટર્સ માટે વિશેષ કંટેન્ટ માટે ચુકવણી કરી શકશે. આપને ખ્યાલ જ હશે કે, ટ્વિટરે પણ હાલમાં ટ્વિટર બ્લૂ લોન્ચ કર્યુ છે, જે માઈક્રો બ્લોગીંગ પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શનનું એડિશન છે.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી