September 23, 2020
September 23, 2020

હવે તમારા બાઈકને પંક્ચરમાંથી મળશે મુક્તિ, આ કંપનીએ લૉન્ચ કર્યા પંક્ચર સેફ ટાયર્સ

CEAT INDIA એ બાઈકમાં થતા પંચરને લઈને પંચર સુરક્ષિત ટ્યુબ્લેસ ટાયરની એક નવી રેંજ લોન્ચ કરી છે. કંપનીએ લોન્ચ કરેલા આ ટ્યુબલેસ ટાયર CEATની પેટેન્ટેડ સીલેંટ ટેકનોલોજી વાળા છે, જે પંચર સીલ કરી દે છે અને ટાયરને ડિફલેક્ટેડ થવાથી બચાવી શકે છે. CEAT INDIA કંપનીનું કહેવું છે કે, સીલેંટ ટેકનોલોજીને ઇન-હાઉસમાં વિકસિત કરવામાં આવ્યું છે, જેનાથી એર પ્રેશરના નુકશાન ન થાય એ માટે ડીઝાઈન કરવામાં આવ્યું છે.

હકીકતમાં સીલેન્ટ એ લોખંડની ખીલ્લીના છિદ્રને સીલ કરી શકે છે જેનો ડાયામીટર ૨.૫૫mm સુધીનો છે.નવી ટેકનોલોજીને લઈને CEAT Tyres ના ચીફ માર્કેટિંગ ઓફિસર, અમિત તોલાણીએ કહ્યું છે કે, અમારો ઉદ્દેશ્ય હમેશા વાહનની ગતિને સુરક્ષિત કરવાનો છે. CEAT પંચર સુરક્ષિત ટાયર અમારા ગ્રાહકોના સમય બચાવશે અને સાથે સાથે ટુ વ્હીલ વાહન ચાલકો માટે સૌથી સામાન્ય સમસ્યાને પહોચી વળવાના ઉદ્દેશ્યથી કામ કરવામાં આવી રહ્યું છે.

તેમણે વધુમાં જણાવતા કહ્યું કે ટાયરોની આ રેંજની સેલ્ફ-હિલીંગ ફીચર આ ટાયરની સૌથી મોટી ખાસિયત છે અને અમને વિશ્વાસ છે કે આ અમારા ઘણા બધા ગ્રાહકોને આકર્ષિત કરશે. આધુનિક સમસ્યાઓ માટે આધુનિક સમાધાનોની આવશ્યકતા છે. નવા CEAT ટાયરની સેલ્ફ-સીલીંગ ટેકનોલોજી ચોક્કસપણે ટુ વ્હીલ વાહન ચાલકોને સુરક્ષા આપશે અને ટાયર પંચરથી થતી તમામ સંભવિત દુર્ઘટનાઓને રોકશે.CEAT પંચર સુરક્ષિત ટાયર 7 અલગ અલગ આકારોમાં ઉપલબ્ધ છે અને લોકપ્રિય મોટરસાઈકલ જેવી કે, Hero Glamour, Passion Pro i3S, Splendor+, Splendor iSmart, Honda Shine અને Bajaj Discover રેંજ પર આપવામાં આવશે. અત્યારે હાલ નવા પંચર સેફ ટાયર દક્ષિણના બજારોમાં ઉપલબ્ધ છે.

 230 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર