ઓપરેશન 370 બાદ શોપિયાંના રસ્તાઓ પર NSA ડોભાલ, ચર્ચાઓ અને ભોજન કર્યું

જમ્મૂ કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવ્યા બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ બુધવારે શોપિયાં પહોંચ્યા હતા અને ત્યાં સામાન્ય પ્રજા સાથે તેમણે કાશ્મીરી ભોજનની મજ્જા માણી હતી અને લોકો સાથે મૂલાકાત પણ કરી હતી. ભોજન લીધા બાદ તે અહીંના પોલીસ અધિકારીઓને પણ મળ્યા હતા. આ સમયે ડીજીપી દિલબાગ સિંહ પણ ઉપસ્થિત હતા.

પોલીસ અધિકારીઓ સાથે મુલાકાત બાદ અજીત ડોભાલે સુરક્ષાદળના જવાનોથી પણ મુલાકાત કરી અને પરિસ્થિતિઓ વિશે જાણ્યું. 370 હટ્યા બાદ ડોભાલની આ પહેલી કાશ્મીર મુલાકાત છે. અને સુરક્ષા વિશેની પરિસ્થિતિ તેમણે જાણી હતી. આર્ટિકલ 370 હટાવ્યા બાદ અજીત ડોભાલની આ પહેલી યાત્રા છે.

મંગળવારે રાજ્યપાલ મલિકને મળીને પણ અજીત ડોભાલે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. પોલીસ અધિકારીઓને લોકોને પૂરતી મદદ કરવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા હતા.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી