NSEએ છ મહિનામાં 8 બ્રોકરને ડિફોલ્ટ જાહેર કર્યા

બ્રોકરો ડિફોલ્ટ જાહેર થયા બાદ રોકાણકારો ફસાયા!

ચાલુ કેલેન્ડર વર્ષ ૨૦૨૧ના પ્રથમ છ મહિના દરમિયાન નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા વધુ ૮ સ્ટોક બ્રોકરને ડિફોલ્ટ અથવા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાંથી પાંચ બ્રોકરોને બીએસઇ એ સસ્પેન્ડ કર્યા છે.  કાર્વીસ્ટોક બ્રોકિંગના ડિફોલ્ટ થયાની ઘટનાની દહેશત દોઢ વર્ષ બાદ પણ રોકાણકારોના મનમાં દૂર થઇ નથી અને ત્યારબાદ પણ સ્ટોક બ્રોકર ડિફોલ્ટની ઘટના સતત ચાલી રહી છે

સ્ટોક એક્સચેન્જ દ્વારા ડિફોલ્ટ કે સસ્પેન્ડ કરવામાં આવેલા સ્ટોક બ્રોકરોમાં સ્ટેમપેડ કેપિટલ લિમિટેડ, સ્ટાર શેર એન્ડ સ્ટોક બ્રોકર લિમિટેડ, ડેસ્ટિની સિક્યોરિટીઝ લિમિટેડ, આર્કેડિયા શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ પ્રાઇવેટ લિમિટેડ, કોનાર્ડ સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ, બેઝલ સ્ટોક બ્રોકર્સ પ્રાઇવેટ લિમિટેડ, રિફ્લેક્શન ઇન્વેસ્ટમેન્ટ્સ અને એક્શન ફાઇનાન્સિયલ સર્વિસિસ (ઇન્ડિયા) લિમિટેડનો સમાવેશ થાય છે. બ્રોકર ડિફોલ્ટ થયાની મોટાભાગની ઘટનાઓમાં રોકાણકારોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આમ નવેમ્બર ૨૦૧૯થી અત્યાર સુધીમાં ૨૮ સ્ટોક બ્રોકર ડિફોલ્ટ થયા છે.

ઉલ્લેખનિય છે કે, કેલેન્ડર વર્ષ ૨૦૨૦ દરમિયાન છેલ્લા બે દાયકામાં સૌથી વધુ બ્રોકરો ડિફોલ્ટ થયા હતા, તે વર્ષ એનએસઇના ૧૮ અને બીએસઇના ૧૬ બ્રોકર ડિફોલ્ટ જાહેર કરવામાં આવ્યા હતા.

સ્ટોક બ્રોકરએ સટ્ટાકિય ટ્રેડિંગ કરવા માટે રોકાણકારોના શેર ગીરવે મૂકીને બજારમાંથી ધિરાણ મેળવ્યુ હતુ. કેટલાંક કેસોમાં તો બ્રોકરોએ રોકાણકારોને ગીરવે મૂકેલા શેરની માટે વ્યાજ પર ચૂકવ્યુ હતુ. પરંતુ મોટાભાગના કેસોમાં રોકાણકારોને તેમના શેર બ્રોકરોએ ગીરવે મૂક્યા હોવાની લગીરેય જાણ ન હતી. 

નોંધનિય છે કે, તાજેતરમાં વર્ષ ૨૦૧૯માં કાર્વી સ્ટોક બ્રોકિંગ ડિફોલ્ટ થવાની ઘટનાએ નાના રોકાણકારોને મોટો આંચકો આવ્યો છે. ક્લાયન્ટોને ૨૦૦૦ કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં ડિફોલ્ટ કરવા બદલ સેબીએ નવેમ્બર ૨૦૧૯માં કાર્વી સ્ટોક બ્રોકિંગ પર પ્રતિબંધ મૂક્યો હતો, જે કદાચ ભારતમાં સૌથી મોટા સ્ટોક બ્રોકર ડિફોલ્ટની ઘટના છે.

 13 ,  1