NTPC લાવશે IPO, રીન્યૂએબલ એનર્જી સબસિડૅયરી આવશે બજારમાં

એનટીપીસી રીન્યૂએબલ લિમિટેડનો આઈપીઓ બજારમાં આવશે

સરકારી વીજળી ઉત્પાદન કંપની નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન(એનટીપીસી) તેની સહયોગી કંપનીને ભારતીય શેરબજારમાં લિસ્ટ કરાવવા જઈ રહી છે. એનટીપીસીની નવીનીકરણ ઉર્જા કંપની, એનટીપીસી રીન્યૂએબલ લિમિટેડનો આઈપીઓ બહાર પાડવાની યોજના બનાવી રહી છે. કંપની આ આઈપીઓ દ્વારા તેના સોલર અને વિન્ડ પાવર પ્રોજેક્ટ્સ માટે નાણાં એકત્ર કરવા માંગે છે.

NTPC Renewableના ચેરમેન ગુરદીપ સિંહે નવી દિલ્હીમાં આયોજિત બ્લૂમબર્ગ ન્યુ એનર્જી ફાઇનાન્સ (BNEF) સમિટમાં કહ્યું હતું કે કંપની જલ્દી સ્ટૉક માર્કેટમાં લિસ્ટ થવાની તૈયારી કરી રહી છે. જોકે, તેમણે સ્પષ્ટતા નથી કર્યું કે કંપની ક્યાર સુધી IPO લૉન્ચ કરશે અને ક્યારે SEBIની પાસે એના માટે આવેદન કરશે.

NTPC Renewable આ IPO વર્ષ 2032 સુધીમાં 60GW રેનેવેબલ એનર્જી કેપિસિટીના તેના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને પહોંચી વળવા સોલાર અને વિન્ડ પાવર પ્રોજેક્ટ્સના ફંડિંગ માટે લાવી રહી છે. કંપનીની યોજના દર વર્ષે 7 થી 8GW Renewable Energyની ક્ષમતા વિસ્તાર કરવાની છે.

તમને જણાવી દઈએ કે ઑક્ટોબર 2020 માં જ NTPCએ તેની રેનેવેબલ એનર્જી આર્મ NTPC Renewable Energy Ltdની સ્થાપના કરી હતી. કંપનીનું ફોકસ હવે ગ્રીન એનર્જી તરફ છે. અદાણી ગ્રૂપ આ સેગમેન્ટમાં મોટો પ્લેયર છે અને હવે RIL પણ ગ્રીન એનર્જી સેક્ટરમાં એન્ટ્રી મારવાની ઘોષણા કરી છે. આવી સ્થિતિમાં સરકારી પાવર જનરેશન કંપની NTPC પણ પાછળ રહેવા નથી માંગતી.

NTPCની ઇન્સ્ટૉલ્ડ રેનેવેબલ એનર્જીકેપિસિટી 1365MW છે અને કંપની FY24 સુધીમાં તેમાં 1300MW તેમા ઉમેરવાની માંગ કરી રહી છે. કંપની Ultra Mega Renewable Energy Power Parks schemeના અંતર્ગત 1700MW ગ્રીન એનર્જી પ્રોડક્શન માટે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ સરકારથી જમીન ફાળવણી માટે વાતચીત કરી રહી છે.

 58 ,  1