ભોજનની સાથે કાચી ડુંગળી ખાવાના અઢળક સ્વાસ્થ્ય ફાયદા….

જાણો શા માટે ખાવી જોઈએ ડુંગળી…

ડુંગળી વગર શાક અથવા બાકી ડિશેઝનો સ્વાદ ઘણા લોકોને બે સ્વાદ લાગે છે. માટે કદાચ જ એવું શાક હશે જેમાં લોકો ડુંગળીનો ઉપયોગ કરતા ન હોય. પરંતું સલાદ તરીકે ડુંગળીનો ઉપયોગ ઓછા લોકો જ કરે છે. જયારે સ્વાસ્થ્ય માટે કાચા કાંદાનું સેવન પણ રોજ કરવું જોઈએ. એવું એટલા માટે કારણ કે ડુંગળી ખાવાના ઘણા ફાયદા છે. આઓ જાણીએ તમને જણાવીએ કે ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થઇ શકે છે.

ડાયાબિટીઝના દર્દીઓ માટે ફાયદાકારક
ડાયાબિટીસના દર્દીઓ માટે ડુંગળી ખૂબ જ ફાયદાકારક છે. તેમાં બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવાની ગુણવત્તા છે. દરરોજ ડુંગળી ખાવાથી ડાયાબિટીસ ટાઈપ-2 દર્દીઓમાં ફાસ્ટિંગ શુગર લેવલ ઘટાડવામાં મદદ મળે છે.

હાડકાંને મજબૂત કરે છે
ડુંગળી હાડકાંને મજબૂત બનાવવામાં પણ સારી ભૂમિકા ભજવે છે. ડુંગળી બોન ડેન્સિટી વધારવામાં મદદરૂપ સાબિત થાય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે.

કેન્સર સામેની જંગમાં મદદ
ડુંગળી ખાવાથી કેન્સર થવાનો ખતરો ઓછો રહે છે, ઘણા અભ્યાસમાં એવું જોવા મળ્યું છે કે જે લોકો ડુંગળીનું સેવન કરે છે તેમાં કોલોરેક્ટલ કેન્સરનું જોખમ 15 ટકા ઓછું થઈ જાય છે.

એન્ટીઑકિસડન્ટ ગુણધર્મ
ડુંગળી માનવીને કેન્સર અને ડાયાબિટીસ જેવી બીમારીઓથી દૂર રાખવામાં મદદ કરે છે. પરંતુ લાલ ડુંગળીમાં anthocyanin નામનું કમ્પાઉન્ડ જોવા મળે છે, જે લોકોને ઘણી જીવલેણ બીમારીઓથી દૂર રાખવામાં મદદ કરે છે. એક સંશોધનમાં જોવામાં આવ્યું છે કે જે લોકો ફળો અને શાકભાજી દ્વારા એન્થોસાયનિનનું સેવન કરે છે, એવા લોકોમાં હાર્ટ એટેકનો ખતરો ઓછો થઈ જાય છે.

જીવલેણ રોગોથી બચાવે છે
ડુંગળી માત્ર એક જ નહીં પરંતુ અનેક જીવલેણ બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે. ડુંગળીમાં બળતરા વિરોધી, એન્ટિસેપ્ટિક, એન્ટિમાઇક્રોબાયલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. આ સાથે વિટામીન A, C, અને E, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ફોલેટ, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, સલ્ફર, ક્વેર્સેટિન, કેલરી અને પ્રોટીન જેવા ઘણા વધુ પોષક તત્વો પણ મળી આવે છે. જે તમને અનેક જીવલેણ રોગોથી બચાવવામાં મદદરૂપ સાબિત થાય છે.

શરીરનો સોજો ઓછો થાય છે
ડુંગળીમાં ઘણા એન્ટી-ઓક્સીડેન્ટ જોવા મળે છે જે શરીરમાં બળતરા ઘટાડવામાં મદદ કરે છે. આ સાથે ડુંગળી ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવા અને બ્લડ પ્રેશર જાળવી રાખવામાં પણ ખૂબ જ અસરકારક સાબિત થાય છે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી