ન્યુઝીલેન્ડે સતત ત્રીજીવાર વર્લ્ડ કપમાંથી દ.આફ્રિકાને બહાર કર્યું, વિલિયમ્સને 106 રન ફટકાર્યા

ન્યૂઝીલેન્ડે વધુ એક ‌‌વખત દક્ષિણ આફ્રિકાને વર્લ્ડ કપમાંથી બહાર ફેંકી દીધું છે. બર્મિંઘમ ખાતે દક્ષિણ આફ્રિક સામેની મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દક્ષિણ આફ્રિકાએ આપેલા 242 રનનાં વિજયી લક્ષ્યાંકનો પીછો કરતાં નિયમિત સમયાંતરે વિકેટો ગુમાવી હતી. પરંતુ કેપ્ટન કેન વિલિયમ્સને બીજો છેડો સંભાળી રાખ્યો હતો.

તેણે છઠ્ઠી વિકેટ માટે ગ્રાન્ડહોમ સાથે 91 રનની ભાગીદારી બનાવીને ન્યૂઝીલેન્ડના વિજયની આશા જીવંત રાખી હતી. પરંતુ વિલિયમ્સને છેલ્લી ઓવરમાં છગ્ગો મારી ન્યૂઝીલેન્ડનો વિજય નિશ્ચિત કર્યો હતો. કિવીએ 48.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 245 રન કરતાં તેનો 4 વિકેટે વિજય થયો હતો. વિલિયમ્સને 138 બોલરમાં 106 રન કર્યા હતા.

ઇમરાન તાહિરની બોલિંગમાં કેન વિલિયમ્સન કીપર ડી કોકના હાથે કેચ આઉટ હતો. પરંતુ દ.આફ્રિકાની ટીમે અપીલ ન કરતાં તે બચી ગયો હતો. અલ્ટ્રા એજમાં સ્પષ્ટ હતું કે બોલ બેટને અડ્યો હતો.

ઇંગ્લેન્ડમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 1 હજાર રન કરનાર ખેલાડી:

કેન વિલિયમ્સન: 17 ઇનિંગ્સ
રોહિત શર્મા: 18 ઇનિંગ્સ
શિખર ધવન: 19 ઇનિંગ્સ
વિવિયન રિચાર્ડસ: 21 ઇનિંગ્સ
રાહુલ દ્રવિડ: 22 ઇનિંગ્સ

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી