ઓછા અક્ષરોના પાસવર્ડ હેક થઇ શકે, સરકારની યુઝર્સને ચેતવણી

ઇન્ટરનેટ-સોશિયલ મિડિયા પર ટીનેજર્સ-યુવતિઓને ચાલાકીથી ફસાવતા સાઇબર ક્રિમિનલોથી સાવધાન રહેવા માટે સાઈબર ક્રાઈમેં સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. તેનાથી બચવા માટે નિષ્ણાંતો દ્વારા મહત્વની ટીપ્સ આપવામાં આવી છે.

ગણતરીની સેકન્ડોમાં હેક થતા ઓછા અક્ષરોના પાસવર્ડને સાઈબર ક્રિમીનાલોથી કેવી રીતે સાવધાન રાખવું તેના માટે મહત્વની જાણકારી આપવામાં આવી.

જણાવવામાં આવ્યું છે કે, ઓછા અક્ષરના પાસવર્ડને બદલે લોઅરકેસ-અપરકેસવાળા શબ્દો સાથે 10 અક્ષરનો પાસવર્ડ રાખવો જોઇએ. આજના જમાના પ્રમાણે મહિલાઓને જાગૃત બનાવવા સાઈબર ક્રાઈમ અનેક પગલા ભરતી હોય છે.

ટીનેજર્સ છોકરીઓ, કોલેજગર્લ, યુવતિઓ, મહિલાઓના ડેટા ચોરી તેમના ફોટો મોર્ફ કરી બદનામ કરવાની હલકી હરકતો, ફેક ફેસબૂક આઇડી દ્વારા ખોટી ઓળખ ઉભી કરી સોશિયલ મિડીયા માધ્યમથી નજીક જઇ થઇ રહેલા શારીરિક માનસિક શોષણ સામે લાલબત્તી દેખાડવામાં આવી.

 50 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી