સરદારને સાચી અંજલિ- પીઓકે મેં ભારત કી મહફિલ સજેગી..!

31 ઓક્ટોબર-એકની જન્મ જયંતી એકની પુણ્યતિથિ..

સરદારને વહેલી મંજૂરી મળી હોત અડધુ કાશ્મિર પણ ન જાત.

અસરદાર સરદારના બેંક ખાતામાં છેલ્લે કેટલા હતા.? માત્ર..

ઓક્ટોબર મહિનો- ઉત્સવ- ઉલ્લાસ-ઉજવણી અને અંજલિ…

સરદાર ન હોત તો સોમનાથનું આજનુ ભવ્ય મંદિર પણ ન હોત..

એક દિન તો પીઓકે મેં બમ્બ બરસેંગે..એ મેરે પ્યાસે દિલ

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

ભારતના આધુનિક ઇતિહાસમાં કેટલીક તારીખો તવારીખ સમાન છે. ઓક્ટોબર મહિનો જાણે મહાનુભાવોનો અને બોલિવુડની સેલેબનો હોય તેમ આ મહિનામાં રાજકિય મહાનુભાવોમા 2 ઓક્ટોબરે બે મહાન વ્યક્તિઓ-ગાંધીજી અને શાસ્ત્રી-નો જન્મ થયો. 11મીએ અમિતાભનો જન્મદિન તો તેના એક દિવસ પહેલા રેખાનો જન્મદિન. તો 31 ઓક્ટોબર એક મહાનુભાવની જન્મજયંતી છે તો એક મહાનુભાવની પુણ્યતિથિ છે. જો કે 31 ઓક્ટોબરે અસરદાર સરદાર વલ્લભભાઇ પટેલને વધારે યાદ કરવામાં આવે છે. તેઓ વર્તમાન ભારતના શિલ્પી હતા ને જો 500 કરતાં વધારે રાજા-રજવાડાઓને ભારતમાં ભેળવ્યાં ન હોત તો આજનું ભારત કંડારાયુ હોત કે કેમ તે એક સવાલ છે.

500 કરતાં વધારે રાજા-રજવાડાઓમાં મોટા ભાગના કચ્છ અને સૌરાષ્ટ્રમાં હતા. વડોદરા સ્ટેટને કેમ ભૂલાય..? સયાજીરાવ ગાયકવાડની મહાનતા અને ઉદારતાને કારણે જ તો આપણાં બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવી શક્યા હતા. જામનગરના જામ સાહેબ દિગ્વિજયસિંહ રણજીતસિંહની મહાનતાના પડઘા હજારો કિ.મી. દૂર આવેલા દેશ પોલેન્ડમાં સંભળાય છે. પોલેન્ડની રાજધાની વર્સોવામાં ઘણાં રસ્તા અને શાળાઓનું નામકરણ જામસાહેબના નામથી ઓળખાય છે…!

બીજા વિશ્વ યુધ્ધ વખતે રશિયાના આક્રમણથી પોલેન્ડની ભાવિ પેઢીને બચાવવા એક હજાર પોલિશ બાળકોને જામસાહેબને ત્યાં મોકલવામાં આવ્યાં હતા…! અને જામસાહેબે તેમની નવ વર્ષ સુધી એક પિતાની જેમ સારસંભાળ લીધી…. તેમના માટે જામનગર નજીક બાલાચડીમાં ખાસ રેફ્યુજી કેમ્પની સ્થાપના કરી અને નવ-નવ વર્ષ સુધી સારી રીતે રાખીને યુધ્ધ સમાપ્ત થયા બાદ માનભેર પોલેન્ડ મોકલ્યા હતા…એ એક હજાર પોલિશ બાળકો જ્યાં નવ વર્ષ રહ્યાં તેને કઇ રીતે ભૂલે..? તેના ઉપર તો એક આખી ફિલ્મ બને તેમ છે.

અસરદાર સરદારે નવાનગર સ્ટેટ(જામનગર), વડોદરા સ્ટેટ, ભાવનગર સ્ટેટ સહિત 50-10 ગામોની રિયાસત કે ગરાસ જેવા નાના રજવાડાઓ અને હૈદ્રાબાદ-જૂનાગઢ સ્ટેટને સમજાવીને, ક્યાંક ચેતવણી આપીને એક કર્યા અને આઝાદ ભારતમાં ભેળવીને તેમના ગુજરાન માટે સાલિયાણું બાંધી આપ્યું હતું.. જો કે 31મી ઓક્ટોબર, 1875માં જન્મેલા અસરદાર સરદારે રાજા રજવાડાઓના સાલિયાણા બાંધી આપ્યા અને મહિને તેમને તેમના સ્ટેટેસ પ્રમાણે લાખો રૂપિયા જીવન નિર્વાહ માટે અપાતાં હતા તે સાલિયાણાં 31 ઓક્ટોબર-1984ના રોજ જેમની હત્યા થઇ તે તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ બંધ કર્યા હતા…? રાજા રજવાડાઓની એ મિલકતો -મહેલો ત્યારબાદ હેરીટેજ હોટેલોમાં ફેરવાઇ ગયા.

31 ઓક્ટોબર અસરદાર સરદારસાહેબની યાદમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે અને સ્વ. ગાંધીની યાદમાં શહાદત તરીકે. ગુજરાતમાં જન્મેલા સરદાર વલ્લભભાઇ પટેલની કાયમી યાદગીરીમાં સરદાર ડેમ નજીક કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની ઉંચાઇવાળી પ્રતિમા સ્થાપીને તેને એક જોવાલાયક સ્થળ તરીકે વિક્સિત કર્યું છે. જંગલમાં મંગલની જેમ કેવડિયાના જંગલમાં રેલવે પહોંચી છે. અખંડ ભારતના શિલ્પીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અજરાઅમર અંજલિ આપી છે.

31 ઓક્ટોબરના રોજ આ વખતે પણ કેવડિયા ખાતે રંગારંગ એકતા દિવસની ઉજવણી થવની છે. વડાપ્રધાન પોતે દર વખતની જેમ આવવાના હતા પરંતુ એક આંતરરરાષ્ટ્રીય શિખર પરિષદમાં તેમની હાજરી અનિવાર્ય હોવાથી ગૃહમંત્રી અમિતભાઇ શાહ તેમના વતી હાજરી આપવા કેવડિયા પધારશે. એકતા દિવસની ઉજવણીમાં સેના અને પોલીસને પણ સામેલ કરીને ભારતના ચાર ખૂણેથી સાયકલ અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. સેંકડો કિંમી.નું અંતર કાપીને રેલીઓ 26મીએ કેવડિયા પહોંચી ગઇ છે. 31મીના કાર્યક્રમમાં તેમનું સન્માન કરાશે.

રાજકિય સૂઝબુઝ, રાજદ્વારા કૂટનીતિ, સરકારી વહીવટીતંત્રનું સંચાલન, સોમનાથ મંદિરનો જિર્ણોધ્ધાર, બારડોલીના સરદાર, ગાંધીજીના સાચા સાથી, આજે જે કાશ્મિર ભારતમાં છે તેને આઝાદી બાદ તરત જ પાકિસ્તાનના હુમલાથી બચાવનાર, રાજકારણમાં પોતના પરિવારની નો એન્ટ્રીની વિચારધારા ધરાવનાર, અન્યાય સહન નહી કરનાર, ગોરાઓની સામે ગાંધીજીના સિપાહી બનીને આંદોલન ચલાવનાર તથા આઝાદ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન તથા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ ઝવેરભાઇ પટેલ 15 ડિસેમ્બર, 1950માં નિધન પામ્યા ત્યારે તેમના બેંકના ખાતામાં માત્ર 260 રૂપિયા જ હતા….!!

ભારત જ્યારે પાકિસ્તાન હસ્તકના પોતાના અડધા કાશ્મિર( જે પીઓકે તરીકે ઓળખાય છે તે)ને પરત મેળવશે, અને મેળવશે જ તેમાં કોઇ શક નથી, ત્યારે તે આ મહાન વિભૂતિને સ્ટેચ્યુની ઉંચાઇ કરતાં પણ મોટી રાષ્ટ્રઅંજલિ હશે..ફિલ્મ નયા જમાનામાં હેમામાલિની ( લ્યો, તેમનો જન્મદિન પણ ઓકટોબરમાં જ છે- 16 ઓક્ટોબર…) પર ચિત્રકરણ કરાયેલા ગીતને કંઇક આ રીતે ગુનગના પાની કી તરહ ગુનગુનાયે…

કિતને દિન આંખે તરસેંગી
કિતને દિન યું દિલ તરસેંગે..
એક દિન તો પીઓકે મેં બમ્બ બરસેંગે..એ મેરે પ્યાસે દિલ
આજ નહીં તો કલ સજેગી પીઓકે મેં ભારત કી મહફિલ…
નયા જમાના આયેગા…નયા જમાના આયેગા..નયા જમાના આયેગા…

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી