સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપરાની આવનારી ફિલ્મ જબરિયા જોડીનું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ ‘અભય’ નામના છોકરાનું પાત્ર ભજવી રહ્યો છે. પરિણીતીનું કેરેક્ટર પણ સ્ટાઈલીશ લાગી રહ્યું છે. ફિલ્મના દ્રશ્યો કોમેડી સંવાદોથી ભરપૂર છે. જાવેદ જાફરીના વન લાઈનર્સ મજા કરાવે એવા છે.
ફિલ્મની વાર્તા કૈક એવી છે કે છોકરી ખુદ બોયફ્રેન્ડને કિડનેપ કરાવી તેની સાથે જબરદસ્તી લગ્ન કરવાનો પ્લાન બનાવે છે. જેને ‘પકડુઆ શાદી’અથવા ‘જબરીયા શાદી’કહે છે. જે બિહાર રાજ્યમાં ઘણી ફેમસ છે. તેમાં દીકરીનો પરિવાર દહેજથી બચવા દુલ્હાને કિડનેપ કરીને જબરદસ્તી લગ્ન કરાવે છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં સંજય મિશ્રા અને અપારશક્તિ ખુરાના પણ સામેલ છે. આ ફિલ્મને પ્રશાંત સિંહે ડિરેક્ટ કરી છે અને એકતા કપૂરે પ્રોડ્યૂસ કરી છે. 2જી ઓગસ્ટે આ ફિલ્મ રીલીઝ થશે.
35 , 1