ભાજપના ધારાસભ્ય સામે દુષ્કર્મની ફરિયાદ, લગ્નની લાલચ આપી લૂંટી ઇજ્જત

મહિલાએ IGને સંભળાવી આપવીતી, કેસની તપાસ CBIના હાથમાં..

રાજસ્થાનમાં ઉદેપુર ખાતે ભાજપ ધારાસભ્ય પ્રતાપ લાલ ભીલ સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ થઇ છે. લગ્નની લાલચ આપી મહિલાની ઇજ્જત લૂંટી હોવાનો આરોપ લાગ્યો છે. મધ્યપ્રદેશના નીમચની રહેવાસી મહિલાએ આરોપ લગાવ્યો છે કે . રાજસ્થાનની ગોગુન્ડા બેઠકના ધારાસભ્યએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યો હતો. મહિલાએ ઉદેપુરના આઈજી સત્યવીરસિંહને લેખિતમાં ફરિયાદ કરી આપવીતી સંભળાવી હતી. ત્યારબાદ સુખેર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ હતી. જો કે ધારાસભ્ય સામે બળાત્કારના કેસને કારણે હવે આ કેસની તપાસ સીબીસીઆઈડીને સોંપવામાં આવી છે.

મહિલા ભાજપના નેતા છે અને ભૂતપૂર્વ કાઉન્સિલર રહી ચૂકી છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, 2018 માં તે નીમચમાં એક કાર્યક્રમમાં ધારાસભ્ય સાથે મુલાકાત થઇ હતી. આ દરમિયાન બંને વચ્ચે વાતચીત થઈ હતી. થોડા દિવસોમાં, વાતચીત મિત્રતામાં ફેરવાઈ. જ્યારે મહિલાએ કહ્યું કે મારે છૂટાછેડા થયા છે, ત્યારે ધારાસભ્યએ એમ કહ્યું હતું કે તે પણ તેની પત્ની સાથે બનતું નથી તેથી બંને અલગ રહીએ છીએ.

ત્યારબાદ ધારાસભ્યએ મહિલા સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. મહિલાના કહેવા પ્રમાણે ભીલ તરફથી તેણી સમક્ષ લગ્ન માટે અનેક વખત પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જે બાદમાં ધારાસભ્ય પોતાના પરિવારની સહમતિ મેળવી લેશે અને લગ્ન કરશે તે શરતે તેણીએ લગ્નનો પ્રસ્તાવ સ્વીકાર્યો હતો.

મહિલાએ દાવો કર્યો છે કે એક પ્રસંગે ધારાસભ્યએ તેણીને ઉદયપુર આવવા કહ્યું હતું. સાથે જ તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમના પરિવાર તરફથી સહમતિ મળી ગઈ છે. ધારાસભ્ય મહિલાને એક પેલેસ ખાતે લઈ ગયા હતા, અહીં મહિલાની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ દરમિયાન ધારાસભ્યએ એવું જણાવ્યું હતું કે આપણા લગ્નનો રસ્તો સાફ થઈ ગયો છે.

મહિલાનું કહેવું છે કે, આ બનાવ બાદ જ્યારે તેણીએ ભીલનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ભીલની પત્ની હોવાનો દાવો કરનારી એક મહિલાએ ફોન ઉપાડ્યો હતો અને તેણીને ભીલથી દૂર જ રહેવાનું જણાવ્યું હતું. જો આવું નહીં કરે તો તેના માઠા પરિણામ આવશે તેવી ધમકી પણ આપી હતી.

 73 ,  1