તેલનો ખેલ: ખાદ્યતેલના ભાવમાં ફરી ભડકો

કોરોના કાળમાં લોકો મોંઘા ભાવનું તેલ ખરીદવા મજબૂર

કોરોના મહામારીમાં લોકો આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે ત્યાં બીજી બાજુ પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલ સહિત જીવન જરૂરી ચીજોના ભાવો વધતા સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારની આર્થિક સ્થિતિ વધુ કફોડી બની છે. આજે સિંગતેલના ભાવમાં 25 અને કપાસિયા તેલના ભાવમાં 25 રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. ભાવવધારાને કારણે સિંગતેલના ડબ્બાએ 2400 રૂપિયાની સપાટી કુદાવી છે. જ્યારે કપાસિયા તેલનો ડબ્બાનો ભાવ 2300ને પાર થયો છે. મુખ્યતેલની સાથે- સાથે પામોલીન તેલમાં પણ ઉછાળો જોવા મળ્યો છે.

કોઈ ઘર એવું નહીં હોય કે જ્યાં રસોઈમાં તેલનો ઉપયોગ થતો ન હોય તેલના ભાવો જે સામાન્ય 1,450 રૂપિયા હતા. તે હવે વધીને રૂપિયા 2100 થી 2650 સુધી પહોંચી છે એમ કહીએ તો ખોટું નથી કે, તેલના ભાવોમાં થયેલો ભડકો મહિલાઓને દઝાડી રહ્યો છે.

ભાવ વધારાનું મુખ્ય કારણ ડિમાન્ડ મુજબ કાચો માલ મળતો નથી હોવાનું મનાઈ રહ્યું છે. જો કે કપાસિયા તેલમાં 15 દિવસમાં બીજી વખત ભાવવધારો આવ્યો છે અને હજુ પણ સિંગતેલ અને ખાદ્યતેલના ભાવમાં વધારો થઈ શકે છે. સામાન્ય દિવસોમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડે છે. ત્યારે હવે તહેવારમાં તેમાં ભાવવધારો થતા લોકોને પડ્યા પર પાટુ લાગ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

 58 ,  1