ઓલી રોબિન્સન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સસ્પેન્ડ…

રોબિન્સને કરેલા અપમાનજનક ટ્વીટને લઇને તેની પર આકરુ પગલુ ભરવામાં આવ્યુ

ક્રિકેટ જગતમાં ઘણા બધા ફેરફારો થતા જોવા મળે છે .ઘણી વાર કોઈ ખિલાડીને પ્રશંસા મળતી હોય છે તો ઘણી વાર તેની હકાલપટ્ટી પણ કરવામાં આવતી જોવા મળે છે .આવું જ કંઈક બન્યું છે .ક્રિકેટર ઓલી રોબિન્સન સાથે …ઇંગ્લેડંના બોલર ઓલી રોબિન્સનને તમામ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ ,રોબિન્સને 2012 અને 2014 દરમ્યાન કરેલા અપમાનજનક ટ્વીટ લઇને તેની પર આકરુ પગલુ ભરવામાં આવ્યુ છે. ઇંગ્લેંડ અને વેસ્લ ક્રિકેટ બોર્ડે આ અંગેની જાણકારી આપી હતી. 27 વર્ષીય રોબિન્સન આ પહેલા જ એજબેસ્ટનમાં ગુરુવારથી રમાનારી ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

આ બાબતે ,રોબિન્સને 2012 થી 2014 દરમ્યાન કરેલી ટ્વીટને લઇને માફી માંગી હતી, તે વેળા તેની આંખો ભરાઇ ગઇ હતી. તેણે લીંગભેદ અને જાતિવાદ સાથે જોડાયેલ ટ્વીટ કરી હતી. રોબિન્સનને ઇંગ્લેંડ ની ટીમમાં સામેલ કરવા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરુ થઇ હતી. રોબિન્સને માફી માંગતા કહ્યુ હતુ કે, ‘મને મારા કૃત્યો પર ખૂબ પસ્તાવો છે. આ પ્રકારની ટીપ્પણીઓ કરવા પર શર્મસાર છુ.’

ઉપરાંત ,રોબિન્સને કહ્યુ કે, તેણે ટ્વીટ ત્યારે કર્યા હતા, જ્યારે તે પોતાના જીવનના ખરાબ દિવસો થી પસાર થઇ રહ્યો હતો. કારણ કે ઇંગ્લીશ કાઉન્ટી યોર્કશાયરે તેને કિશોરાવસ્થામાં જ બહાર કરી દીધો હતો. તેણે કહ્યુ હતુ કે, મને નથી ખબર કે તે ટ્વીટ હાલમાં છે કે કેમ. હું સૌ કોઇના થી માફી માંગવા ઇચ્છુ છુ. મને તેની પર ખૂબ જ પસ્તાવો છે.

સૂત્રો અનુસાર ,ઝડપી બોલર રોબિન્સને અધિકૃત પ્રસારણ કર્તા અને બાદમાં અન્ય મીડિયા સમક્ષ પોતાનુ નિવેદન રજૂ કર્યુ હતુ. તેણે કહ્યુ કે, ત્યારે હું વિચાર શૂન્ય અને ગેર જવાબદાર હતો. ત્યારે મારી મનોદશા જેવી પણ રહી હોય, મારુ કામ માફીને યોગ્ય નહોતુ.તેણે કહ્યુ, આજે મેદાન પર મારા પ્રદર્શન અને ઇંગ્લેંડ તરફ થી ટેસ્ટ પદાર્પણ ને લઇને ચર્ચા થવી જોઇતી હતી. તેના બદલે ભૂતકાળના મારા વ્યવહારે તેની પર પાણી ફેરવી દીધુ. પાછળના કેટલાક વર્ષોમાં મે મારી પોતાનુ જીવન બદલવા માટે ખૂબ મહેનત કરી હતી. હવે હું પરિપક્વ થઇ ગયો છુ.

 53 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર