2036માં અમદાવાદમાં રમાશે ઓલિમ્પિક…?

અમદાવાદમાં ઓલિમ્પિક ગેમ્સની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે

ખેલજગતમાં દર વર્ષે કોઈને કોઈ રમતોનું આયોજન કરવામાં આવતું હોય છે .આ બધી રમતો અમુક અમુક સમયગાળા પછી યોજવામાં આવતી હોય છે .બીજી રમતોની જેમ ઓલિમ્પિક ગેમ્સ પણ અમુક સમયગાળા પછી યોજાય છે .દર ચાર વર્ષે યોજાતી આ રમતમાં અગાઉથી દાવેદારી નોંધાવવી પડે છે .આ વખતે આ મોકો ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરને મળેલો છે .

સૂત્રો અનુસાર , મુખ્યમંત્રીએ 2036નું ઓલિમ્પિક ગેમ્સનું ગુજરાતમાં આયોજનને લઈને કેન્દ્ર સરકાર, પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો આભાર માન્યો હતો .ગુજરાતને ઓલમ્પિક યોજવાનો અવસર મળ્યો છે તેને લઈને મુખ્યમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી. રાજ્ય સરકાર 2036ના ઓલમ્પિક ગેમને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે સરકાર બેઠક યોજશે. ઓલમ્પિક ગેમની તમામ તૈયારીઓ એએમસી કરશે. રાજ્ય સરકાર તૈયારીઓને લઈને મોનીટરીંગ કરશે.

મળતી માહિતી મુજબ,આ માટે આવનારા સમયમાં સ્ટેડિયમમાં કેટલી સુવિધા છે? તેનો સર્વે કરાશે. કેટલી સુવિધા વધુ ઉભી કરવી તે અંગે પણ સર્વે કરાશે. હોટેલ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ સર્વે કરવામાં આવશે. ઓલિમ્પિકસનો અંદાજીત ખર્ચ 50 હજાર કરોડ રૂપિયા છે. પ્રતિ 4 વર્ષે યોજવામાં આવતી ઓલમ્પિક ગેમ્સ માટે અમદાવાદ પોતાની દાવેદારી નોંધાવશે. 2036ના વર્ષ માટે અમદાવાદમાં આ ગેમ્સની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. જો કે, વર્ષ 2032 સુધી તો અન્ય દેશે પોતાની દાવેદારી નોંધાવી દીધી છે. 2032ની ઓલમ્પિક માટે ઓસ્ટ્રેલિયાનું બિસ્બેન શહેર દાવેદારી નોંધાવી ચૂક્યું છે. અને તેમના ભાગે આ ઈવેન્ટસ લખાઈ જશે. તેવું પણ માનવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ,ઓલમ્પિકલ ગેમ્સ માટે મોટું આયોજન અને એકથી એક બાબતનું ધ્યાન રાખવું પડે છે. માત્ર સ્ટેડિયમ નહીં, પરંતુ આવનારા તમામ ખેલાડીઓ, દેશના પ્રતિનિધિઓ માટે પણ પૂરતી વ્યવસ્થા કરવી પડે છે. સાથે રહેણાક વિસ્તારોને પણ ઉભા કરવા પડે છે. હાઈટેક સુરક્ષા પણ ગોઠવવી પડે છે. સાથે જ રસ્તાઓ, હોટલ અને અન્ય જરૂરિયાતની સેવાઓને પણ ગોઠવવી પડે છે.

 51 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર