શેર માર્કેટ પર ઓમિક્રોન ઇફેક્ટ, રોકાણકારોના કરોડો ધોવાયા

શેરબજારમાં રોકાણકારોએ 8 લાખ કરોડ ગુમાવ્યા

શેરબજારમાં સપ્તાહની શરૂઆતમાં જ મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઓમિક્રોનના વધતા કેસની અસર શેરબજાર પર જોવા મળી હતી. હાલ સેન્સેક્સ 1800 પોઈન્ટના ઘટાડા સાથે 55,199.47 પર જ્યારે નિફ્ટી 551 પોઈન્ટ ઘટાડા સાથે 16,433.80 પર કારોબાર કરી રહ્યો હતો. આ ઘટાડા સાથે જ શેરબજારમાં રોકાણકારોએ 8 લાખ કરોડ ગુમાવ્યા છે.

સવારે બજાર ખૂલતાંની સાથે જ સેન્સેક્સ 1300 પોઈન્ટ તૂટીને 55 હજાર 778 પર આવી ગયો હતો, જ્યારે નિફ્ટી 430 પોઈન્ટ તૂટીને 16,554 પર આવી ગયો હતો. 60 સેકન્ડમાં માર્કેટ કેપ 5.53 લાખ કરોડ ઘટીને 253.94 લાખ કરોડે આવી ગઈ. શુક્રવારે એ 259.47 લાખ કરોડ હતી.

શેરબજારમાં કડાકો જોવા મળી રહ્યો એનું મુખ્ય કારણ ઓમિક્રોનના વધતા કેસ, વિદેશી રોકાણકારો દ્વારા વેચાણ અને સેન્ટ્રલ બેન્ક દ્વારા વ્યાજના દરમાં વધારો કરવાની આશંકા છે. છેલ્લા 4 દિવસમાં વિદેશી રોકાણકારોએ બજારમાંથી 80 હજાર કરોડ રૂપિયા કાઢ્યા છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે અચાનક 0.15થી 0.25% રેટ વધારી બધાને ચોંકાવી દીધા છે.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી