બ્રિટનમાં ઓમિક્રૉનનો વિસ્ફોટ, એક જ દિવસમાં 101 કેસ

PM બોરિસ બોલ્યા, ડેલ્ટાથી પણ ખતરનાક નવો વેરિયન્ટ

ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસનાં નવા વેરિયન્ટનાં કારણે ટેન્શન વધી રહ્યું છે. ભારતમાં પણ ઓમિક્રૉન વેરિયન્ટનાં કેસ વધી રહ્યા છે ત્યારે બ્રિટનમાં ઓમિક્રૉન વેરિયન્ટનો કોમ્યુનિટી સ્પ્રેડ શરૂ થઈ ગયો હોવાની આશંકા જોવા મળી રહી છે. પીએમ બોરિસ જોહ્ન્સને પોતાના મંત્રીઓને કહ્યું છે કે કોરોના વાયરસનું ઓમિક્રૉન સ્વરૂપ ડેલ્ટા કરતાં પણ ખતરનાક છે અને બ્રિટનમાં અત્યારે મોટી સંખ્યામાં કોરોના કેસ સામે આવી રહ્યા છે.

નોંધનીય છે કે મંગળવારે બ્રિટનમાં ઓમિક્રૉન વેરિયન્ટનાં 101 કેસ સામે આવ્યા હતા જે સાથે જ આખા દેશમાં કુલ ઓમિક્રૉન કેસની સંખ્યા વધીને 437 થઈ ગઈ છે. બ્રિટનનાં સ્વાસ્થ્ય સાજિદ જાવેદ પહેલા જ કહી ચૂક્યા છે કોરોના વાયરસનાં ઓમિક્રૉન વેરિયન્ટનો કોમ્યુનિટી સ્પ્રેડ શરૂ થઈ ગયો છે. જાવેદે કહ્યું હતું કે દેશમાં એવા કેસ સામે આવી રહ્યા છે જે વિદેશ જઈને પાછા નથી આવ્યા છતાં ઓમિક્રૉનથી સંક્રમિત છે. એવામાં કહી શકાય કે લોકોમાં હવે ઓમિક્રૉન વેરિયન્ટ ફેલાઈ રહ્યો છે.

ઓમિક્રોન વાયરસે વિશ્વમાં કહેર મચાવ્યો છે. અત્યાર સુધી દુનિયાભરના કુલ 35 દેશમાં ઓમિક્રોન ફેલાઇ ચૂક્યો છે. બીજી લહેર લાવનાર ડેલ્ટાથી ઓમિક્રોન 5 ગણો વધુ ઝડપી ફેલાય છે. તેનો અંદાજો આ આંકડા પરથી લગાવી શકાય છે કે ડેલ્ટા વેરિએન્ટ જેટલો 100 દિવસમાં ફેલાયો હતો ઓમિક્રોન તેટલો માત્ર 15 દિવસમાં જ ફેલાયો છે. ભયની વાત એ છે કે આ વાયરસ સંક્રમણ છતા રિપોર્ટમાં પકડાતો નથી. ઓમિક્રોન વાયરસ ઝડપી મ્યૂટેશન કરનારો વેરિઅન્ટ છે.

 49 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી