ભારતમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે ઓમિક્રોન, ટાસ્કફોર્સના વડાએ આપી ચેતવણી

ભારતમાં ઓમિક્રોનના 61 કેસ, મહારાષ્ટ્રમાં સૌથી વધુ સંક્રમિત

ભારતમાં ઓમિક્રોનના અત્યાર સુધીમાં 61 કેસ સામે આવી ચૂક્યા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં મળ્યા છે. જ્યાં અત્યાર સુધીમાં 28 કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજસ્થાનમાં 17, કર્ણાટકમાં 3, ગુજરાતમાં 4, કેરળમાં 1 અને આંધ્ર પ્રદેશમાં 1, દિલ્હીમાં 6 તથા ચંડીગઢમાં એક કેસ સામે આવ્યો છે. ખાસ વાત એ છે કે ઓમિક્રોનથી સંક્રમિત મોટાભાગના લોકો રસીના બંને ડોઝ લઈ ચૂક્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6984 નવા કેસ નોંધાયા છે. જ્યારે 247 લોકોએ એક દિવસમાં કોરોનાથી જીવ ગુમાવ્યા છે. હાલ 87,562 લોકો સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં કોરોના રસીના 1,34,61,14,483 ડોઝ અપાયા છે.

ભારતના કોવિડ ટાસ્કફોર્સના વડા ડૉ. વી.કે. પૉલે કહ્યું હતું કે ભારતે એવા વેક્સિન પ્લેટફોર્મ તૈયાર કરવા જોઈએ, જેમાં વાઇરસના બદલાતા વેરિયન્ટ અનુસાર ઝડપથી બદલાવ કરી શકાય. કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના ઝડપી ફેલાવાની ચિંતા વચ્ચે ડૉ. પૉલે કહ્યું હતું કે ભારતમાં વાઇરસ એવા તબક્કા તરફ આગળ વધતો જણાઈ રહ્યો છે, જ્યારે એનાથી ઓછું અથવા મધ્યમ સંક્રમણ ફેલાય છે. આ સ્થિતિને એન્ડેમિસિટી કહેવામાં આવે છે.

ડૉ. પૉલે કહ્યું હતું, ‘એવી પરિસ્થિતિ પણ હોઈ શકે છે કે વાઇરસ સામે આપણી વેક્સિન અસરકારક ન રહે. ઓમિક્રોન સાથે છેલ્લાં ત્રણ અઠવાડિયામાં અમે આવી પરિસ્થિતિઓ ઊભી થતી જોઈ છે. આમાં કેટલાક કિસ્સાઓમાં એ સાચું હોઈ શકે છે. જોકે અમારી પાસે હજુ સુધી સંપૂર્ણ માહિતી નથી, તેથી વેક્સિનની બિનઅસરકારકતા વિશે ચોક્કસ કંઈ કહી શકાય નહીં.

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના રિપોર્ટ અનુસાર, મહારાષ્ટ્રમાં અત્યારસુધીમાં 28 લોકો ઓમિક્રોનથી સંક્રમિત થયા છે, જેમાં મુંબઈમાં 12, પિંપરી ચિંચવાડામાં 10, પુણેમાં 2 અને કલ્યાણ-ડોમ્બિવલી-નાગપુર, લાતુર અને વસઈ વિરારમાં એક-એક દર્દી નોંધાયા છે. 8માંથી 7 દર્દીએ વેક્સિન લીધી હતી

મહારાષ્ટ્રમાં સંક્રમિત થયેલા 8 દર્દીમાંથી એક રાજસ્થાનનો રહેવાસી છે. આ સિવાય એક બેંગલુરુ અને એક દિલ્હી ગયો હતો. જે 8 દર્દીમાંથી 2 હોસ્પિટલમાં અને 6 ઘરે આઇસોલેશનમાં છે. તેમના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેક કરવામાં આવ્યા છે. સંક્રમિત 8 લોકોમાંથી 7 લોકોએ વેક્સિન લીધી હતી.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી