ગુજરાતમાં પણ ઓમિક્રૉનની એન્ટ્રી..!

ઝીમ્બાબ્વેથી જામનગર આવેલ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ

દુનિયાભરમાં સાઉથ આફ્રિકામાંથી ફેલાયેલા કોરોના વાયરસનાં નવા વેરિયન્ટને લઈને ફફડાટ મચી ગયો છે ત્યારે આ વેરિયન્ટની ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ગઇ છે. ઝીમ્બાબ્વેથી પરત જામનગર આવેલા યુવકનો શંકાસ્પદ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કોરોના વાયરસનો દર્દીનો રિપોર્ટ પૂણે મોકલવામાં આવ્યો હતો જે બાદ સામે આવ્યું છે આ દર્દી ઓમિક્રૉન વેરિયન્ટથી પીડિત છે.

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો સામનો કરવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું વિશેષજ્ઞ દળ દક્ષિણ આફ્રિકા પહોંચ્યું છે. આ દળ ગૌંતેંગ પ્રાંતમાં મામલાને પહોંચી વળવાના પ્રયાસોમાં મદદ કરશે. ઓમિક્રોન લગભગ 30 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. WHOના આફ્રિકાના ક્ષેત્રીય ઈમરજન્સી ડિરેક્ટર ડો. સલામ ગુણે જણાવ્યું કે ઓબ્જર્વેશન અને કોન્ટેક્ટ ટ્રેસિંગમાં મદદ માટે વિશેષજ્ઞોની એક ટીમ ગૌતેંગ મોકલવામાં આવી છે. જ્યારે એક દળ પહેલા જ દક્ષિણ આફ્રીકામાં હાજર છે અને જીનોમ અનુક્રમણમાં મદદ કરી રહી છે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી