ભારતમાં ઓમિક્રોનની દસ્તક, ગુજરાત સરકાર સર્તક

અમદાવાદ એરપોર્ટ પર 12 દેશોના પ્રવાસીઓ માટે અલગ બેઠક વ્યવસ્થા કરાઇ

સરકારની સતત સતર્કતા છતા આખરે દેશમાં કોરોના વાયરસના નવા અને અત્યંત ઘાતક વેરીઅન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ગઈ છે. ચોંકાવનારું એ છે કે આ વેરીઅન્ટના બે સંક્રમિત કેસો કર્ણાટકમાં નોંધાયા છે. તો બીજી તરફ ગુજરાત સરકાર સરકાર સતર્ક બની છે. તો બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પર પણ ઓમીક્રોન સંક્રમણથી પ્રભાવિત 12 દેશોમાંથી આવતા પ્રવાસીને લઈને ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે.

સરકારે યુરોપ, યુકે, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, ચીન, ન્યુઝિલેન્ડ, હોંગકોંગ, બોત્સવના,મોરિસસ અને ઝિંમ્બાબવેથી આવતા લોકોના ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટની સાથે સાથે હવે તેમની માટે એરપોર્ટ પર જ અલગ બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.  આ ઉપરાંત આ લોકોના ટેસ્ટિંગ સહિતની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. જેના લીધે નવા વેરીએન્ટના સંભવિત સંક્રમણથી લોકોને બચાવી શકાય.

દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોના વાયરસના નવા પ્રકાર B.1.1.529ને લઈને હલચલ મચી ગઈ છે. WHOએ તેને ઓમિક્રોન નામ આપ્યું છે. અને તેને વેરિયન્ટ ઓફ કન્સર્નની શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે.

કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ ભારતમાં નોંધાયા છે. આફ્રિકામાંથી કર્ણાટકમાં આવેલા બે નાગરિકોમાં કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોન મળ્યો છે. 66 અને 46 વર્ષીય વ્યક્તિઓમાં ઓમિક્રોન વેરિઅન્ટ મળ્યો છે.

કેન્દ્રીય આરોગ્યમંત્રીની રાજ્યો સાથે બેઠક

કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ આજે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મંત્રીઓ સાથે બેઠક કરશે. એમાં દેશના એરપોર્ટ પર કોરોના ટેસ્ટિંગ અને સર્વેલન્સના ઉપાયો બાબતની સમીક્ષા કરવામાં આવશે. ગઇકાલે જ ભારતે વિદેશથી આવનારા મુસાફરો માટે નિયમોને કડક બનાવ્યા છે, ખાસ કરીને એ દેશો, જ્યાં ઓમિક્રોનના કેસ મળી આવ્યા છે.

 52 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી