યોગ દિવસ: આખી દુનિયા કરી રહી છે યોગ, મનુષ્યનું જીવન યોગ માટે, રોગ માટે નહીં

આજે સમગ્ર વિશ્વ પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 40 હજાર લોકોની સાથે રાંચીના પ્રભાત તારા મેદાનમાં યોગ અભ્યાસ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ સમગ્ર દેશ અને દુનિયાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી.

આ દરમિયાન મંચ પર વડાપ્રધાન મોદી સાથે રાજ્યપાલ શ્રીમતી દ્રોપદી મુર્મૂ, મુખ્યમંત્રી રઘુવર દાસ, કેન્દ્રીય આયુષ મંત્રી, શ્રીપદ યેસો નાઇક અને રાજ્યના આરોગ્યમંત્રી રામચંદ્ર ચંદ્રવંશી હાજર રહ્યાં હતાં.

PM મોદીએ કહ્યું…

  • પીએમ મોદીએ કહ્યું કે ઝારખંડમાં યોગ દિવસે આવવું સુખદ અનુભવ છે. દૂર દૂરથી આવેલા લોકો પ્રત્યે તેમણે આભાર વ્યક્ત કર્યો.
  • પીએમ મોદીએ કહ્યું કે હવે આધુનિક યોગની મુસાફરી શહેરોથી ગામડા સુધી લાવવાની છે. ગરીબ અને આદિવાસીઓના ઘર સુધી લઈ જવાની છે. મારે યોગને ગરીબ અને આદિવાસીઓના જીવનનો અભિન્ન હિસ્સો બનાવવો છે. કારણ કે ગરીબો જ છે જે બીમારીના કારણે સૌથી વધુ કષ્ટ ઝેલે છે.
  • આજના બદલાતા સમયમાં બીમારીની સાથે સાથે વેલનેસ ઉપર પણ ફોકસ કરવું એટલું જ જરૂરી છે. આ જ શક્તિ આપણને યોગ સાથે મળાવે છે. આ જ ભાવના યોગની છે, પુરાતન ભારતીય દર્શનની છે. યોગ માત્ર ત્યારે જ નથી થતા જ્યારે આપણે જમીન પર કે અડધો કલાક મેટ પર હોઈએ છીએ.
  • તેમણે કહ્યું કે આજે આપણે કહી શકીએ છીએ કે ભારતમાં યોગ પ્રત્યે જાગરૂકતા દરેક ખૂણે અને દરેક વર્ગ સુધી પહોંચી છે. Drawing rooms થી Board Rooms સુધી, શહેરોના પાર્કથી સ્પોર્ટ કોમ્પલેક્સ સુધી, ગલીઓથી લઈને વેલનેસ સેન્ટર સુધી. આજે ચારેબાજુ યોગનો અનુભવ થાય છે.

તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રોહતકમાં હજારો લોકો સાથે યોગ કર્યા હતા. આ દરમિયાન તેમની સાથે હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર પણ હાજર હતા. રોહતકમાં આ યોગ કાર્યક્રમ માટે ખાસ તૈયારીઓ કરાઈ હતી. હજારો લોકો માટે ચટાઈ પાથરવામાં આવી હતી.

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા પર લોકો સાથે યોગ કર્યા

મુંબઈમાં INS વિરાટ ઉપર પણ જવાનોએ યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી. અહીં પણ હજારોની સંખ્યામાં જવાનોએ યોગ કર્યા હતા.

યોગ દિવસના અવસરે આજે ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉના રાજભવનમાં રાજ્યપાલ રામ નાઈક, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉપમુખ્યમંત્રી ડો.દિનેશ શર્મા, અને અન્ય મંત્રીઓ તથા વરિષ્ઠ અધિકારીઓ સાથે પ્રદેશના ડીજીપી ઓમ પ્રકાશ સિંહ તથા લખનઉના મેયર સંયુક્તા ભાટિયા સહિત હજારો લોકોએ યોગ અભ્યાસ કર્યો.

કોણ ક્યાં કરશે યોગ…

સ્મૃતિ ઈરાની- દિલ્હીના રાજનગરમાં
જેપી નડ્ડી અને હર્ષ વર્ધન- બીજેપી ઓફિસના સામેના પાર્કમાં
રાજનાથ સિંહ, મીનાક્ષી લેખી, ઉપરાજ્યપાલ અનિલ બૈજલ/ જાવડેકર- રાજપથ
અમિત શાહ- રોહતર
નિતિન ગડકરી- નાગપુર
નિર્મલા સીતારમણ- પૂર્વ દિલ્હી
નરેન્દ્ર સિંહ તોમર- તાલકોટરા સ્ટેડિયમ
પીયૂષ ગોયલ-લોધી ગાર્ડન
મુખ્તાર અબ્બાસ નકવી- પટેલ નગર
હરદીપ સિંહ પુરી-રાજૌરી ગાર્ડન
મહેશ શર્મા- નોઈડા સેક્ટર 21

 12 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર