September 25, 2020
September 25, 2020

સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ ગામડાઓ સુધી ફાઇબર નેટવર્ક પહોંચાડવાની કરી જાહેરાત

દેશના ગામડાઓમાં ઝડપી ઇન્ટરનેટ સુવિધા પૂરા પાડતી ઓપ્ટિકલ ફાઇબર સુવિધા અપાશે

લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીએ દેશનો જુસ્સો આપે તેવુ સંબોધન કર્યું છે. કોરોનાકાળમાં થાકેલા દેશવાસીઓમાં જુસ્સો આવે તો માટે તેઓએ લાલ કિલ્લા પરથી અનેક નવા સંકલ્પો લેવડાવ્યા છે. તો સાથે જ અનેક યોજનાની જાહેરાતો પણ કરી છે, જે દેશના વિકાસને નવી ગતિ આપશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 6 લાખથી વધુ ગામોને ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, તમામ 6 લાખથી વધુ ગામોમાં ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક પ્રદાન કરવામાં આવશે.

વડાપ્રધાને કહ્યુંં આગામી ત્રણ વર્ષની અંદર દેશના તમામ છ લાખ ગામોને ઝડપી ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડતા ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક સાથે જોડવામાં આવશે. આ સાથે, સરકાર ટૂંક સમયમાં નવી સાયબર સુરક્ષા નીતિ લાવશે.

લાલ કિલ્લાથી રાષ્ટ્રને સંબોધન કરતા પીએમ મોદીએ નવા ભારતના નિર્માણ તરફ લેવામાં આવતા પગલાઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં 1.5 લાખ ગ્રામ પંચાયતોને ઝડપી ઇન્ટરનેટ સુવિધા પૂરા પાડતી ઓપ્ટિકલ ફાઇબર સુવિધા સાથે જોડવામાં આવી છે. 

આ સુવિધા બીજા એક લાખ સુધી લંબાવાઈ રહી છે.પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, આગામી 1000 દિવસમાં લક્ષદ્વીપ સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કેબલથી પણ જોડાઈ જશે.

રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય મિશનની શરૂઆત

74માં સ્વાતંત્રતા દિવસ પર પીએમ મોદીએ નેશનલ ડિજિટલ હેલ્થ મિશનને લોન્ચ કર્યું છે. આ યોજના લોન્ચ કરતા પીએમ મોદીએ કહ્યું કે, આજથી દેશમાં વધુ એક મોટા અભિયાનની શરૂઆત થઇ રહી છે. તે છે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન. નેશનલ ડિજિટલ હેલ્થ મિશન, ભારતના હેલ્થ સેક્ટરમાં નવી ક્રાંતિ લાવશે.

 101 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર