સરદાર પટેલની જન્મજયંતિ પર દર્શનાબેન જરદોશે ભાંગરો વાટ્યો

સરદાર પટેલની જન્મ જયંતિના બદલે પુણ્યતિથિ બોલીને ભાંગરો વાટ્યો

સરદાર પટેલની જન્મજંયતિ પર રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે ભાંગરો વાટ્યો હતો. બુલેટ ટ્રેનના કાસ્ટિંગમાં આવેલ દર્શનાબેને સરદાર પટેલની જન્મ જયંતિના બદલે પુણ્યતિથિ બોલીને ભાંગરો વાટ્યો છે જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કેન્દ્રીય કપડાંમંત્રી અને રેલ રાજ્યમંત્રી સરદારની જન્મજયંતિ ભૂલીને તેઓએ તેને પુણ્યતિથિ ગણાવવાનો બફાટ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ હતી. ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત રાષ્ટ્રીય એકતા દિવસની ન્યુ ઇન્ડિયાના આઇકોનિક લેન્ડમાર્ક-સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયામાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તદઉપરાંત સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી