ધનતેરસના દિવસે ધનવંતરિ ભગવાનની થશે આરાધના…

આર્યુવેદ ઉપચાર પદ્ધતિના પ્રણેતા છે ધનવંતરિ…

દિવાળી પાંચ દિવસનો તહેવાર છે અને આ તહેવારની શરૂઆત આવતીકાલ એટલે કે મંગળવાર થાય છે. ધનતેરસના દિવસે સોના, ચાંદી અને પીત્તળની વસ્તુઓની ખરીદી ખુબ શુભ મનાય છે. બીજી બાજુ આ દિવસે ભગવાન ધનવંતરિની પૂજા-અર્ચના થાય છે જેના પગલે મંગળવારે અમદાવાદના આર્યુવેદ ભવન ઈન્કમટેક્સ ખાતે 4 કલાકે ધનવંતરિની પૂજા મહોત્સવ રાખવામાં આવેલ છે તેમ આર્યુવેદના પ્રણેતા હસમુખ સોનીએ જણાવ્યું છે.

ભગવાન ધનવંતરિને આયુર્વેદના ભગવાન તરીકે ઓળખવામાં આવે છે અને આ દિવસેને આર્યુવેદિક દિવસ તરીકે પણ ઉજવામાં આવે છે. પ્રજાના સ્વાસ્થ્ય માટે આ દિવસનું વિશેષ મહ્તવ છે.

ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરિની પૂજા-અર્ચના થાય છે. એવી માન્યતા છે કે જે સમયે સમુદ્ર મંથન થઈ રહ્યું હતું તે સમયે ભગવાન ધનવંતરિ એક રત્ન તરીકે સમુદ્ર મંથનથી બહાર આવ્યા હતા. ધનતેરસના શુભ અવસર પર ધનવંતરિ સાથે ભગવાન ગણેશ, માતા લક્ષ્મી અને કુબેરજીની પણ આરાધના થાય છે.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી