પ્રાંતિજઃ અષ્ટમી આઠમનાં દિવસે સમૂહ આરતીનું આયોજન

સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજમાં આવેલ માં દશામા ના મંદિર ખાતે સમૂહ આરતી યોજાઇ હતી.જેમાં માઇ ભકતોએ માની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.પ્રાંતિજ સહિત તાલુકામાં શ્રીદશામાં ના વ્રત મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યાં છે ત્યારે પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ ઉપર આવેલ દશામાં ના મંદિર ખાતે મંદિર વ્યવસ્થાપકો દ્વારા અષ્ટમી આઠમનાં દિવસે રાત્રીના સમયે સમૂહ આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રાંતિજ સહિત આજુબાજુના ધર્મ પ્રેમી લોકો સહિત દશામા નું વ્રત કરતી મહિલાઓ સહિત માઇ ભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને માંના દર્શન કરી માની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી તો મંદિર ના ચોકમાં મહિલાઓ દ્વારા ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવી હતી જયારે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ મંદિર ના પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મ ભટ્ટ તથા મંદિર વ્યવસ્થા સ્થાપકો દ્વારા મંદિર ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું .

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી