ડીસેમ્બરના પ્રથમ દિવસે ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ રૂ. 100નો વધારો

2021ના છેલ્લા માસમાં મોંઘવારીનો માર

2021ના અંતિમ મહિનો ડીસેમ્બર આજથી શરૂ થઈ ગયો છે. આગામી વર્ષે યુપી, પંજાબ સહિત 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર થોડી રાહત આપશે, પરંતુ કંપનીઓએ તેનાથી વિપરીત ભાવ વધાર્યા. માસના પ્રથમ દિવસે પેટ્રોલિયમ કંપનીઓએ સામાન્ય પ્રજાને મોંઘવારીનો આંચકો આપ્યો છે. દેશમાં કોમર્શિયલ સિલિન્ડર (એલપીજી કિંમત)ની કિંમતમાં 100 રૂપિયા સુધીનો ધરખમ વધારો કરવામાં આવ્યો છે. પરિણામે હવે રેસ્ટોરન્ટનું ખાવા-પીવાનું મોંઘું થઈ શકે છે. રાહતની વાત એ હતી કે, આ વધારો માત્ર કોમર્શિયલ સિલિન્ડરમાં જ થયો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ વધારા સાથે હવે દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2101 રૂપિયા થઈ ગઈ છે. નવેમ્બર મહિનામાં તેની કિંમત 2000.50 રૂપિયા હતી. જોકે, ઘરેલું વપરાશ માટે 14.2 કિલો એલપીજીની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, તેથી થોડી રાહત છે. કોમર્શિયલ સિલિન્ડરની કિંમત રેસ્ટોરન્ટના માલિકો પર બોજ વધારે છે જેની સીધી અસર ગ્રાહકો પર પડે છે. પરિણામે રેસ્ટોરન્ટનું ખાવા-પીવાનું મોંઘું થઈ શકે છે.

નોંધનીય છે કે ઘરેલુ એલપીજી અને કોમર્શિયલ સિલિન્ડર બંનેની કિંમતો ઘણી વધારે છે. ઘણા રાજકારણીઓએ કહ્યું કે એક્સાઈઝ ડ્યુટીના ભાવને કારણે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં ઘટાડો થયો છે. પરંતુ હવે મોદી સરકારે પ્રયાસ કરવો જોઈએ કે એલપીજી સિલિન્ડરની કિંમત પણ ઓછી કરવામાં આવે.

 80 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી