નવરાત્રીના પ્રથમ દિવસે પાવાગઢમાં ભક્તોની ભારે ભીડ ઉમટી

આજથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. નવરાત્રિના નવ દિવસોમાં ભક્તો ભાવપૂર્વક નવદુર્ગાની પૂજા અર્ચના કરે તો માતાજી તેમને મનોવાંછિત ફળ આપે છે. કોરોના મહામારીને કારણે બે વર્ષ બાદ સરકારે શેરી ગરબાને મંજૂરી આપી છે. જો કે પાર્ટી પ્લોટમાં મનાઇ ઉરમાવી છે. તો બીજી તરફ મંદિરોમાં પણ પ્રથમ નોરતે ભારે ભી઼ડ જોવા મળી છે.

નવરાત્રી પર્વની શરૂઆત સાથે જ પંચમહાલના પાવાગઢમાં ભક્તોની ભીડ ઉમટી છે. બે વર્ષ બાદ નવરાત્રી દરમિયાન મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે..આસો નવરાત્રીના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને પહોંચ્યા છે. પાવાગઢ ખાતે  મોટી સંખ્યામાં  ભક્તો પહોંચતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે.

અહીં કોરોનાની ગાઈડલાઈનો ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેની સાથે ભક્તો માટે એસટી બસની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત યાત્રાધામ પાવાગઢ મંદીર ખાતે નવરાત્રી નિમીત્તે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.નવરાત્રી નિમિતે શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન ના સમયમાં ફેરફાર કરતુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં 7 ઓક્ટોમ્બરથી મંદિરના દ્વાર સવારના 5 થી સાંજના 8 વાગ્યા સુધી ખુલ્લા રહેશે તેમજ ભક્તો પાંચમ, આઠમ અને પૂનમના દિવસે સવારે 4 વાગ્યાથી માતાજીના દર્શન કરી શકશે

ઉલ્લેખનીય છે કે પાવાગઢ ખાતે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં નવરાત્રી નિમીત્તે ભકતો દર્શનાર્થે આવે છે..ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે.

નવરાત્રીમાં પાવાગઢ મંદિરના સમયમાં બદલાવ

-સવારના 5 થી સાંજના 8 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે
-પાંચમ, આઠમ અને પૂનમે મંદિર સવારે 4 વાગ્યે ખુલશે
-મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરાઈ
-નવરાત્રી નિમિતે દર્શનના સમયમાં ફેરફાર

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી