બજાર લાલ નિશાન પર, Sensex 411 અને Nifty 133 અંક તૂટ્યા

પ્રારંભિક કારોબારમાં શેરબજાર લાલ નિશાન નીચે સરક્યું

મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજારે ગ્રીન ઝોનમાં કારોબારની શરૂઆત કરી છે જોકે બાદમાં તે લાલ નિશાન નીચે સરક્યો હતો. બંને મુખ્ય ઇન્ડેક્સ સારી સ્થિતિ જાળવવામાં સફળ રહ્યા ન હતા. આજે સેન્સેક્સ છેલ્લા સત્રના 59,636 ના બંધ સ્તર સામે વધારા સાથે 59,710.48 ઉપર ખુલ્યો હતો. નિફટીની વાત કરીએ તો ઇન્ડેક્સ 17,796.25 ખુલ્યો હતો જે ગુરુવારે 17,764.80 ની સપાટીએ કારોબાર બંધ કર્યો હતો.

વૈશ્વિક સંકેતો મિશ્ર

ભારતીય શેરબજાર માટે આજે વૈશ્વિક સંકેતો મિશ્ર છે. આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. બીજી તરફ શુક્રવારે યુએસ બજારોમાં સમાન વલણ જોવા મળ્યું હતું. શુક્રવારે નાસ્ડેક રેકોર્ડ હાઈ પર બંધ થયો ત્યારે ડાઉ જોન્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ 269 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો. Nasdaq 64 પોઈન્ટ વધીને 16057 ના સ્તરે બંધ થયો હતો જ્યારે S&P 500 7 પોઈન્ટ ઘટ્યો હતો. યુરોપમાં કોવિડ 19ના વધતા જતા કેસોને કારણે કેટલાક દેશોમાં લોકડાઉનની સંભાવના છે જેના કારણે શુક્રવારના બેંકિંગ, એનર્જી અને એરલાઈન્સ શેરોમાં નબળાઈ જોવા મળી હતી. એશિયન બજારોની વાત કરીએ તો આજે એસજીએક્સ નિફ્ટીમાં વધારો જોવા મળી રહ્યો છે અને નિક્કી 225માં નબળાઈ જોવા મળી રહી છે. હેંગસેંગમાં ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે.

ગત સપ્તાહે કારોબારમાં ઘટાડો નોંધાયો હતો

ગયા સપ્તાહે ભારતીય શેરબજારમાં નબળાઈ જોવા મળી હતી. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે 18 નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં FIIનું વેચાણ વધુ રહ્યું હતું. આ દરમ્યાન ભારતીય બજાર લગભગ 2 ટકા તૂટ્યું હતું. BSE સેન્સેક્સ 1,111.41 પોઈન્ટ્સ અથવા 1.83 ટકાના ઘટાડા સાથે 59,575.28 પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 337.95 પોઈન્ટ અથવા 1.86 ટકાના ઘટાડા સાથે 17,764.8 પર બંધ રહ્યો હતો.

મેટલ્સ, એનર્જી, રિયલ્ટી,PSU બેન્કમાં માં વેચવાલીએ નિફ્ટીને 18,000ની નીચે ધકેલી દીધો જ્યારે સેન્સેક્સ 60,000ની નીચે લપસતો જોવા મળ્યો હતો. મોટા શેરોની જેમ સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પણ છેલ્લા સપ્તાહમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ દરમિયાન BSE મિડકેપ ઈન્ડેક્સ 1.7 ટકા તૂટ્યો જ્યારે સ્મોલકેપ 1.5 ટકા ઘટીને બંધ થયો હતો.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી