આટ આટલા કેસો વધ્યા છતાં બધુ ગયું પાણીમાં…!! જુઓ Video

તાપીમાં લગ્નપ્રસંગે માનવ મહેરામણ ઉમટ્યું – કોરોના કી ઐસી કી તૈસી

ચૂંટણી બાદ રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબૂ બની ગયો હોય તેમ 1700 કેસ નોંધાયા છે, રાજ્યમાં કોરોના ફરીથી હાવિ થયો છે. ત્યારે તાપીના સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડવામાં આવ્યા છે. તાપીના નિઝરમાં યોજાયેલ એક લગ્નપ્રસંગમાં કોરોનાને નોતરતી ભીડ ઉમટી પડી હતી. આ લગ્ન પ્રસંગના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં હજારો લોકો એકબીજાને સાવ અડોઅડ ઉભા છે, અને ડાન્સ કરી રહ્યાં છે. ત્યારે લગ્નપ્રસંગમાં કોરોનાના નિયમોના ધજાગરા ઉડ્યા છે. 

રાજ્યમાં દિન પ્રતિદિન કોરોનાના વિક્રમી કેસો નોંધાઈ રહ્યા છે. કોરોનાનાં કેસો વધતાં તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. તેવામાં તાપીના નિઝરના વેલદા ગામમાંથી એક ચોંકાવનારો વીડિયો વાઈરલ થયો છે. તાપીમાં યોજાયેલ એક લગ્નપ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અને સંગીતના તાલે ઝૂમતાં હતા, જાણે કે તેઓમાં કોરોનાનો કોઈ ડર જ ન હોય. જો કે વીડિયો વાઈરલ થતાં પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જો કે વીડિયો વાઈરલ થતાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. અને આ મામલે નિઝર પોલીસે બેન્ડ માલિક અને આયોજક જોગાભાઈ ભીખાભાઇ પાડવી વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

તાપી પોલીસના નાક નીચે નિઝરના વેલદા ગામમાં કોહિનૂર સ્ટાર બેન્ડની પાર્ટીમાં હજારોની ભીડ એકઠી થઈ હતી. જોગાભાઈ પાડવીના પરિવારનો આ લગ્ન પ્રસંગ હતો. જેમાં હેમાંક્ષી અને ગણેશ નામના કપલના 24 તારીખે લગ્નપ્રસંગના આગામી દિવસે આ પાર્ટી યોજાઈ હતી. આ વીડિયો બતાવે છે કે, લોકો કોરોનાને હજી પણ ગંભીરતાથી લેતા નથી. જોકે, સમગ્ર મામલે પોલીસ તંત્ર ઊંઘતુ ઝડપાયું હતું. પોલીસ દ્વારા વીડિયો વાયરલ થયા બાદ એક્શન લેવામાં આવ્યું હતું. 

આ ઘટના અંગે રેન્જ ઓફિસર રાજકુમાર પાંડિયને જણાવ્યું કે, કાર્યક્રમ રાખનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે. ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે. તો સમગ્ર મામલાથી બેખબર નિઝર ગામના સરપંચ કિશનભાઈએ જણાવ્યું કે, હાલ હું ક્વોરેન્ટાઈન છું. લગ્નમાં થોડા લોકો જ બોલાવાયા હતા, પણ વધુ લોકો આવી ગયા હતા. 

 36 ,  1