PKના કોંગ્રેસ પાર્ટી પર ફરી એકવાર શાબ્દીક બાણ…

ચૂંટણી રણનીતિકાર PK થયા મોદી પર ઓળઘોળ…

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસ પાર્ટી પર ફરી એકવાર શાબ્દીક પ્રહાર કર્યા છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, કોંગ્રેસમાં લોકતંત્ર છે જ નહીં. જો પાર્ટીને બચાવી હોય તો ગાંધી પરિવારથી બહારના કોઈ વ્યક્તિને લોકતાંત્રિક રીતે અધ્યક્ષ બનાવવો જોઈએ. તેમણે કહ્યું કે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ વગર પણ ભાજપ વિરોધી મોરચો બનાવવો સંભવ છે.

એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે એક ટ્વિટ અને કેન્ડલ માર્ચ મારફત ભાજપને ક્યારેય પણ હરાવી શકાય નહીં. ભાજપ ઘણું મજબૂત થઈ ચુક્યું છે. મોદીના નેતૃત્વવાળી ભાજપને હરાવવા માટે તમારે મજબૂત રણનીતિ ઘડવી પડશે. પ્રશાંત કિશોરે કહ્યું કે 1984 બાદ કોંગ્રેસે પોતાના એકલાના દમ પર ક્યારેય પણ લોકસભા ચૂંટણીમાં જીત મળી નથી. છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસ 90 ટકા ચૂંટણી હારી ચુકી છે.

કોંગ્રેસના નેતૃત્વએ હારની જવાબદારી લેવી જોઈએ. પ્રશાંત કિશોરે પીએમ મોદીના વખાણ કરતા કહ્યું કે તે તમામ લોકોની વાત સાંભળે છે. તે જ તેમની સૌથી મોટી તાકાત છે. તેમને ખબર છે કે અંતે લોકોની જરૂરિયાત શું છે. પ્રશાંત કિશોરે એમ પણ કહ્યું કે આગામી કેટલાક દાયકાઓ સુધી ભાજપની આસપાસ જ રાજનીતિ ફરતી રહેશે.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી