September 23, 2020
September 23, 2020

ફરી એકવાર BJP ધારાસભ્ય સુખડિયાના પુત્રનું ગેસ રિફીલિંગનું કૌભાંડ ઝડપાયું

હેપ્પી હોમ ગેસ સર્વિસના ગોડાઉનમાંથી ફરી એકવાર કૌભાંડ ઝડપાયું

સયાજીગંજ બેઠકના ભાજપના ધારાસભ્ય જીતુ સુખડિયાના પુત્રની હેપ્પી હોમ ગેસ સર્વિસનું ગેસ રીફિલિંગનું કૌભાંડ 11 મહિનામાં બીજી વખત ઝડપાયું છે. કારેલીબાગ જલારામનગરમાં ગેસ રીફલિંગ કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડી ઘરેલુ અને કોમર્શિયલ ગેસના કુલ 109 બોટલ અને ટેમ્પો સહિતની સામગ્રી જપ્ત કરી હતી. અગાઉ પણ આ ગેસ એજન્સીમાંથી કૌભાંડ ઝડપાયું છે. ત્યારે ફરીએકવાર ધારાસભ્યનો પુત્ર ચર્ચામાં આવ્યો છે. ત્યારે આ કૌભાંડમાં મોટા ખુલાસા થયા છે. 

કારેલીબાગમાં આવેલ જલારામ નગરના ભરવાડ વાસમાં રીફિલિંગનું ગોડાઉન આવેલું છે. વડોદરા એસઓજી પોલીસે ગેસ રિફ્લીંગ કરતા કર્મચારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. એક ટેમ્પો સહિત 90 ભરેલા બોટલ જપ્ત કરવામાં આવ્યા છે. આ કૌભાંડમા એસઓજી પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જેમાં જીગ્નેશ માળી, હેમંત માળી અને વિપુલ ભરવાડની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી જયેશ ભરવાડ હાલમાં ફરાર છે. પોલીસે બે ટેમ્પો, 95 ઘર વપરાશના ગેસ બોટલ અને 14 કોમર્શિયલ બોટલ પકડ્યા છે. આ ઉપરાંત વજન કાંટા, રિફ્લિગના પાઇપ, બૂચ પોલીસે જપ્ત કર્યાં છે. 

લાખોનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. જોકે, એસઓજી પોલીસે ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયાના પુત્ર હિરેન સુખડીયાને આરોપી નથી બનાવ્યો. ધારાસભ્યના પુત્ર હિરેન સુખડીયાની હેપ્પી ગેસ સર્વિસ એજન્સીના બોટલ છે. 

વર્ષ 2019ના સપ્ટેમ્બરમાં પુરવઠા વિભાગની ટીમે ધારાસભ્ય સુખડીયાના પુત્ર હિરેનની નિઝામપુરાની ગેસ એજન્સીના કર્મચારીઓને સમા જલારામ મંદિર પાસે ગેસના બોટલમાં રિફીલિંગ કરતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. તે સમયે બંને કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો અને સંચાલક હિરેનને જિલ્લા પુરવઠા તંત્રે શો કોઝ નોટિસ ફટકારી હતી.

ત્યારે 11 મહિના બાદ ફરી હેપ્પી હોમ ગેસ એજન્સીના કર્મચારીઓને ગેસ રિફીલિંગ કરતા ઝડપાયા હતા.ત્યારે હવે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે. 

 131 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર