પુંછ સેક્ટર: ફરી પાકે. સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ, એક જવાન શહીદ

જમ્મુ- કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. પૂંછ વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે. મળતી વિગત મુજબ, શહીદ થયેલા જવાનનું નામ હરિ વકેર છે જે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ થતા જવાનને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.

પાકિસ્તાન સેનાએ પુંછ જિલ્લામાં એલઓસી નજીક આવેલી સેનાની ચોકીઓ પર નિશાન તાકીને ગોળીબાર શરૂ કરી દીધો હતો. જો કે ભારતીય જવાનોએ પણ તેનો વળતો જવાબ આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગત14મી ફેબ્રુઆરીએ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા પુલવામામાં સી.આર.પી.એફના કાફલા પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં દેશના 44 જવાનો શહીદ થયા હતા, ત્યારબાદ ભારતે પાકિસ્તાન પર આકરી કાર્યવાહી કરી હતી.

જો કે વારંવાર ચેતવણી આપવામાં આવી રહી છે પણ આ પાડોશી દેશ છે કે આ પ્રકારની હરકતોમાંથી બાજ નથી આવી રહ્યો.

 29 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર