September 23, 2020
September 23, 2020

અમદાવાદ : રામોલમાં 20 કિલો ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ

રામોલમાં ક્રાઇમબ્રાન્ચે ટુ વ્હીલર પર ગાંજો લઇ જતા એક વ્યક્તિને ઝડપી લીધો

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નશીલા દ્વવ્યોની હેરાફેરીનું પ્રમાણ વધ્યું છે ત્યારે પોલીસે પણ રાજ્યમાં આ પ્રવૃતિને ડામવા માટે કવાયત તેજ બનાવી છે. દરમિયાન ક્રાઇમ બ્રાંચે અમદાવાદના રામોલ વિસ્તારમાંથી 20 કિલો ગાંજા સાથે એક યુવાનને ઝડપી લીધો હતો. હાલ આ વ્યક્તિની પુછપરછ કરી તેની પાસેથી વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગાંજો ક્યાંથી લાવે છે અને કોને આપે છે વગેરે જેવા પાસાઓ અંગે પોલીસ તપાસ કરી રહી છે. 

ક્રાઇમબ્રાંચે રામોલ ચોકડી પાસે 6.89 લાખનાં 20 કિલો ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી એક્સેસ વાહન પર ગાંજો લઇને જતો હતો. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, રામોલ તરફ એક વ્યક્તિને ગાંજો લઇને પસાર થવાનો છે. જે બાતમીના આધારે એક્સેસ વાહન પર આવતો દેખાયો હતો.

પોલીસે રામોલથી જશોદાનગર સુધી તેનો પીછો કરીને તેને ઝડપી લીધો હતો. પોલીસે મહંમદ જાવેદ ઉર્ફે ફજુન શેખ (રહે. નવાબની ચાલી, બાબખાનના બંગલા સામે, શાહઆલમની) ધરપકડ કરી તેની પાસે રહેલા બે થેલામાંથી કુલ 20 કિલો 6.24 લાખનો ગાંજો જપ્ત કર્યો હતો.

 17 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર