ખોખરામાં ભારતીય બનાવાતી વિદેશી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ

અન્ય એક ફરાર બુટલેગરને ઝડપી પાડવા પોલીસે વધુ તજવીજ હાથધરી

અમદાવાદમાં મોટાપાયે બુટલેગરો દ્વારા ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને કટીંગ વધી રહ્યું છે. બુટલેગરો કોઈ પણ ડર વગર બેફામ દારૂ શહેરમાં પહોચાડતા હોય છે. તો બીજી તરફ પોલીસ પણ કાર્યવાહી કરી બૂટલેગરોના ઈરાદાને નાકામ કરી દે છે. ત્યારે ખોખરામાં પોલીસે દારૂ ભરેલી એક કાર કબ્જે કરી છે. જેમાં અલગ અલગ બ્રાન્ડના 102 નંગ ઇંગલિશ દારૂની બોટલો સાથે એકને ઝડપી પડ્યો છે, જ્યારે અન્ય એક મુખ્ય આરોપી ફરાર છે.

ખોખરા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગાયત્રી ડેરી ત્રણ રસ્તા પાસે ગેરકાયદેસર ભારતીય બતાવતી વિદેશી દારૂનો જથ્થો સગેવગે થતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે રેડ કરતા એક કાર મળી આવી હતી. આ દરમિયાન મદ્રાસ મંદિર પાસે નાણાવટી ચાલીમાં રહેતો ચંદ્રસિહ વિનયસિહ ચાવડા દારૂનું કટિંગ કરતો રંગે હાથ ઝડપાયો હતો. તપાસ કરતા કારમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવતીની 102 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

આ અંગે ખોખરા પોલીસ સ્ટેશનના PSI હડિયા સાહેબે Netdakiya News સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કારમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો કબ્જે કરવામાં આવી છે. આ મામલે બુટલેગર ચંદ્રસિહ વિનયસિહ ચાવડાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ ખોખરામાં સાંઇશેરી ખાતે રહેતો વાસુગીરી ચતુરગીરી ગૌસ્વામી પાસેથી દારૂનો જથ્થો લાવ્યો હોવાનું કબૂલાત કરી છે. હાલ વાસુગીરી ચતુરગીરી ગૌસ્વામી ફરાર છે.

આ મામલે ખોખરા પોલીસે દારૂના જથ્થા સાથે એકની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. જ્યારે અન્ય એક ફરારને દબોચી લેવા વધુ તજવીજ હાથ ધરી છે.

 481 ,  1