બ્રાન્ડેડ કંપનીની ડુપ્લીકેટ અગરબત્તીના 10.90 લાખના જથ્થા સાથે એકની ધરપકડ

સીઆઇડી ક્રાઇમ અને કંપનીના ઇન્વેસ્ટીગેશન અધિકારીએ દરોડા પાડ્યા

શહેરના બાપુનગર વિસ્તારમાં ધુપછાવ એન્ડ કંપનીની ડુપ્લીકેટ અગરબત્તીનો મોટા જથ્થાનો વેપાર થઇ રહ્યો હોવાની બાતમીના આધારે સીઆઇડી ક્રાઇમ અને કંપનીના ઇન્વેસ્ટીગેશન અધિકારીએ દરોડા પાડ્યા હતા. જેમાં તેમને 10.90 લાખનો ડુપ્લીકેટ અગરબત્તીનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ બાદ બોગસ જથ્થો બનાવનાર માલીકની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ આદરી છે.

મુંબઇ રહેતા પ્રમોદ રવિ સોનારા ધુપછાવ એન્ડ કંપનીમાં છેલ્લા ચાર વર્ષથી ઇન્વેસ્ટીગેશન ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેમની કંપનીના કોપીરાઇટ હક્કોના રક્ષણની ફરિયાદ કરવાનું કામ પ્રમોદને સોંપવામાં આવ્યું છે. પ્રમોદને બાતમી મળી હતી કે, બાપુનગર ખાતે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં ધુપછાવ એન્ડ કંપનીની ચાલુ કંપનીની અગરબત્તીને તેમની કંપનીના માર્કા સાથે બનાવી રાખવામાં આવી છે. જેથી આ મામલે બાપુનગર પોલીસ અને સીઆઇડ ક્રાઇમના પોલીસ અધિકારીઓ સાથે હાઉસિંગના મકાનમાં પહોંચ્યા હતા. ત્યારે તેમને ઉત્સવ વાઘેલા મળ્યો હતો. તેની પુછપરછ કરતા પોતે એકાઉન્ટન્ટ હોવાનું જણાવ્યું હતું. ત્યાબાદ માલીક અંગે પુચ્છા કરતા યાસીનખાન દિલાવરખાન પઠાણ ત્યાં જ મળી આવ્યો હતો.

ત્યારે અધિકારીઓએ તેને ધુપછાપ એન્ડ કંપનીના કોપી રાઇટ હક્કો મળ્યા છે કે કેમ તે અંગે પુચ્છા કરી હતી. પરંતુ તેની પાસે કોઇ જ હક્કો હતા નહી. ત્યાં તપાસ કરતા 10.14 લાખની ધુપછાવ અગરબત્તીનો ડુપ્લીકેટ જથ્થો અને પેકિંગ મશીન, કોમ્પ્યુટર સહિત 10.90 લાખનો મુદ્દો જપ્ત કરી યાસીનખાન પઠાણની ધરપકડ કરી હતી.

 18 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર