સેંટ ઝેવિયર્સ સ્કૂલ સાથે 3.21 કરોડની ઠગાઇ કેસમાં એકના જામીન રદ

આરોપીના ખાતામાં 2.87 કરોડ ટ્રાન્સફર થયા હતા, જામીન નહીં- કોર્ટ

નારણપુરામાં આવેલી સેન્ટ ઝેવિયર્ઝ લોયલા શાળાના ક્લાર્ક તથા તેના મળતિયા દ્વારા રૂ 3,21,09,175ની ઉચાપત કરી હતી. આ કેસમાં ધરપકડ કરાયેલ જયેશ સુનિલકુમાર વાસવાનીએ કરેલી રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, 3.21 કરોડની ઠગાઇ પૈકી 2.87 કરોડ આરોપી જયેશના ખાતામાં જમા થયા હતા. કેસની તપાસ ચાલી રહી છે, આરોપી સામે પ્રથમદર્શિય કેસ બને છે ત્યારે આવા કેસમાં આરોપીને રેગ્યુલર જામીન પર મુક્ત કરી શકાય નહીં.

3.21 કરોડની ઠગાઇ કેસમાં ઝડપાયેલા જયેશ વાસવાનીએ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, આખા કેસમાં મારી કોઇ જ ભૂમિકા નથી. મહિલા ક્લાર્કે મારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા, મેં કોઇ ઉચાપત કરી નથી, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે, કાયમી રહેઠાણ ઘરાવું છું તેથી ભાગી જાઉં તેમ નથી, કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા માટે તૈયાર છું તેથી કોર્ટે જામીન આપવા જોઇએ.

જો કે, મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે એવી દલીલ કરી હતી કે, મહિલા ક્લાર્કે 3.21 કરોડની ઠગાઇ આચરી હતી. ઉચાપત દરમિયાન મનીષાએ સરદારનગર ખાતે રહેતા તથા દિલ્હી દરવાજા વિસ્તારમાં સિદ્ધિ વિનાયક એન્ટરપ્રાઈઝ ધરાવતા જયેશ સુનિલકુમાર વાસવાનીના ખાતામાં 2.87 કરોડો રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

આરોપી સામે પ્રથમ દર્શિય કેસ છે જેની તપાસ ચાલી રહી છે, આરોપીની પણ મહત્ત્વની સંડોવણી છે, તેના જ ખાતામાં મોટી રકમની હેરફેર કરવામાં આવી હતી. ત્યારે આવા કેસમાં આરોપીને જામીન પર મુક્ત કરી શકાય નહીં.

 61 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર