મુખ્યમંત્રીના કોન્વોય કાર માંથી 1.8 કરોડની રોકડ ઝડપાઈ…

ચૂંટણી પાંચના સત્તા વાળાઓએ મંગળવારની રાત્રીએ અરુણાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી પેમાં ખંડુ અને અન્ય મંત્રીઓ ભાજપ નેતાઓ સરકારી ગેસ્ટ હાઉસમાં રાત્રે રોકાણ કરી રહ્યા હતા. ત્યારે દરોડો પાડીને કોન્વોયની એક કાર માંથી 1.8 કરોડની રોકડ રકમ ઝડપાઈ હતી. આ સરકારી વાહન અરુણાચલ પ્રદેશના નાયબ સચિવના નામે નોંધાયેલું હતું.

અરુણાચલ પ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જાહેર સભાને સંબોધી હતી. જાહેરસભાની આગલી રાત્રે મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ તપીર ગાઓ એક ગેસ્ટ હાઉસમાં પાસીઘાટ ખાતે રોકાયા હતા ત્યારે ચૂંટણી પંચના સ્થાનિક સત્તાવાળાઓને કોંગ્રેસના કાર્યકરોએ માહિતી આપી હતી કે ભાજપના મુખ્યમંત્રીના કોન્વોયની એક કારમાં રોકડ રકમ પડેલી છે. જેના આધારે દરોડો પાડતા 1.8 કરોડની રકમ મળી આવી હતી.

 43 ,  3