21 જૂને ‘યોગ ફોર હાર્ટ કેર’ની થીમ સાથે ગુજરાતમાં 1 કરોડ 51 લાખથી વધુ લોકો યોગા કરશે

રાજ્યમાં આગામી તા. 21 જૂનએ પાંચમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જનઉત્સાહ અને ઉમંગ સાથે 50 હજારથી વધુ સ્થાનોએ સામૂહિક યોગ ક્રિયાથી કરાશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્રીય પ્રયાસોથી 2014માં UNમાં ભારતીય યોગ પરંપરાને વૈશ્વિક સ્વીકૃતિ મળી અને 2015 થી દર વર્ષે તા. 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું છે.

યોગ ફોર હાર્ટ કેરની થીમ સાથે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજય કક્ષાની ઉજવણી અમદાવાદના સરદાર પેટલ સ્ટેડિયમ ખાતે કરવામાં આવશે. રાજ્યપાલ ઓ. પી. કોહલી તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં સવારે 6 થી 8 દરમિયાન યોગ કરવામાં આવશે. રાજયમાં 50 હજાર વધુ સ્થાન પરથી 1 કરોડ 51 લાખ લોકો સામુહિક યોગ દિનમાં જોડાશે.

આ વર્ષે શાળા-મહાશાળાઓ તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજો, યુનિવર્સીટીઓ, આઈટીઆઈ પોલીટેકનીક, જીઆઈડીસી, સ્વૈચ્છીક સંગઠનો વગેરે સહિત સ્વયંભુ નાગરીકો યોગ સાધનામાં જોડાશે. વ્યકિતના શારીરિક-માનસિક સ્વાસ્થ્ય-તંદુરસ્તીને ચુસ્તી-સ્ફૂર્તીથી તરબતર રાખતી યોગ સાધનાથી હ્વદયરોગની બિમારીઓ પણ દૂર થઇ શકે તે અંગેની જનજાગૃતિ માટે આ વર્ષે પાંચમાં વિશ્વ યોગ દિવસની થીમ-વિષયવસ્તુ ‘‘યોગ ફોર હાર્ટ કેર’’ રાખવામાં આવી છે.

વિશ્વ યોગ દિવસની આ ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી સંબોધન-સંદેશનું પ્રસારણ સવારે 6:30 વાગ્યાથી રાજ્યભરમાં જિલ્લા-તાલુકા-નગર કક્ષાએ જે સામૂહિક યોગ અભ્યાસ થવાના છે ત્યાં વિડીયો લીંક મારફત પ્રસારિત કરવાની વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી