કોરોનાથી સ્વસ્થ થયેલા લોકો માટે કોવીશીલ્ડ રસીનો એક જ ડોઝ પર્યાપ્ત: ICMR

સરકારને કહ્યું કે જો આમ કરીએ તો વેક્સિનની તંગીને પહોંચી વળાશે

ભારત સહિત વિશ્વમાં કોરોના વાઈરસને કાબૂ કરવામાં રસીકરણ એક મોટુ શસ્ત્ર છે. આ સ્થિતિ વચ્ચે ઈન્ડિયન કાઉન્સીલ મેડિકલ રિસર્ચ(ICMR)ના વૈજ્ઞાનિકોના નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોરોનાથી સ્વસ્થ થયેલા લોકો માટે કોવીશીલ્ડ રસીનો એક જ ડોઝ પર્યાપ્ત છે.

આ અભ્યાસમાં 121 લોકો પર સર્વે કરવામાં આવ્યો જેમા પરીણામ મળ્યુ કે જે લોકો કોરોના વાયરસથી સંક્રમીત થયા હોય અને પહેલેથી એન્ટીબોડી ધરાવતા હોય તેને કોવીશીલ્ડ રસીનો માત્ર 1 જ ડોઝ લીધા બાદ પુરતી માત્રામાં એન્ટીબોડી જોવા મળી જેને પગલે તેઓને બીજો ડોઝ લેવાની જરૂર નથી જયારે બીજી બાજુ કોરોના ન થયો હોય તેઓને બીજા ડોઝ બાદ વધુ ફાયદો થતો જોવા મળ્યો હતો.

તેમજ વધુ કહ્યું કે, સરકાર આ સલાહ ધ્યાન આપે તો વેક્સિનની તંગી વચ્ચે રસીકરણમાં ઝડપ થઈ શકે છે. કારણ કે કોરોનાની બીજી લહેર દરમ્યાન દેશના અનેક લોકો કોરોનાની ઝપટમાં આવી ગયા હતા. આઈસીએમઆરનાં અસમ ખાતેનાં ક્ષેત્રીય અનુસંધાન કેન્દ્ર, કાશ્મીરનાં 2-એ કાશ્મીર ઈન્સ.ઓફ મેડીકલ સાયન્સ તથા અસમ મેડીકલ કોલેજના સંયુકત અભ્યાસને મેડીકલ જર્નલ મેડરેકિસવમાં પ્રકાશીત કરવામાં આવ્યો હતો.

 20 ,  1