સીઝફાયર ઉલ્લંઘનમાં ભારતીય જવાન શહીદ, જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના બે સૈનિક ઢેર

જમ્મુ કાશ્મીરના સુંદરબાની સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સિઝફાયરનું ઉલ્લંઘન કરતા ગોળીબાર કરવામાં આવ્યો છે. જેમાં ભારતના એક જવાન શહીદ થયા છે.

પાકિસ્તાને કાશ્મીરના તંગધાર અને કેરન સેક્ટરમાં પણ સિઝફાયરનો ભંગ કર્યો છે. તંગધાર-કેરન સેક્ટરમાં ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં બે પાકિસ્તાની સૈનિક ઢેર થયા છે. પાકિસ્તાને સતત ત્રીજા દિવસે સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે.

એક રિપોર્ટ પ્રમાણે, રાજૌરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં લાઈન ઓફ કંટ્રોલ પાસે પાકિસ્તાની સેના તરફથી ગોળીબાર કરાયો હતો. ભારતીય સેના પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે.

સેનાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વળતી કાર્યવાહીમાં પાકિસ્તાનના બે જવાનને આર્મીએ ઠાર કર્યા હતા. પાકિસ્તાન તરફથી કરાયેલા સિઝફાયરના ઉલ્લંઘન માં ઘુઘરિયા ગામના 34 વર્ષીય નાયક કૃષ્ણ લાલ શહીદ થયા છે.

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી