September 20, 2021
September 20, 2021

ગાંધીનગર : જુના સચિવાલય પાસે વીજળી પડતા એકનું મોત

ઝાડ નીચે ઉભા હતા તે દરમિયાન પડી વીજળી

ગુજરાતમાં ભારે વરસાદે તારાજી સર્જી છે, તેવામાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે તબાહી મચી ગઇ છે. જામનગર, જૂનાગઢ, રાજકોટ જિલ્લામાં સતત અવિરત વરસાદને કારણે ભારે નુકસાન પહોંચ્યું છે. ત્યારે ગાંધીનગરમાં પણ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. એવામાં વીજળી પડતા એક વ્યક્તિનું મોત થયું હોવાના સમાચાર છે.

ગાંધીનગરમાં જુના સચિવાલયના બ્લોક નંબર 11 પાસે વીજળી પડતા રજનીકાંત દુલારાનું મોત નીપજ્યું છે. મળતા સમાચાર મુજબ શહેરમાં થોડી ક્ષણો પહેલા વરસાદ શરૂ થયો હતો. ત્યારે જુના સચિવાલય પાસે રજનીકાંત દુલારા એક વૃક્ષ નીચે ઉભા હતા. ધોધમાર વરસાદ સાથે વીજળી પડી અને તેમાં રજનીકાંત ઘાયલ થયા. થોડી જ ક્ષણોમાં તેને સારવાર અર્થે 108 મારફતે સિવિલ હોસ્પિટલ ગાંધીનગર લાવવામાં આવ્યા. પરંતુ આખરે તેનું મોત નિપજયું. 

 62 ,  2