બદ્રીનાથ પાસે સુરેન્દ્રનગરના ભાજપ નેતાઓને નડ્યો અકસ્માત, કાર ખીણમાં ખાબકતા એકનું મોત – બે લાપતા

ઉત્તરાખંડ ફરવા ગયેલા સુરેન્દ્રનગરના ભાજપના ત્રણ યુવા નેતાઓની કાર ખીણમાં ખાબકી..

ઉત્તરાખંડ ફરવા ગયેલા સુરેન્દ્રનગરના ભાજપના ત્રણ યુવા નેતાઓની કારને અકસ્માત નડ્યો હતો. 300 મીટર ઊંડી અલકનંદાની ખીણમાં કાર ખાબકતા એકનું મોત નિપજ્યું છે, એક ગંભીર રીતે ઘાયલ છે. જ્યારે અને અન્ય એક યુવક લપતા થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના ત્રણ આગેવાનો હિતેન્દ્રસિંહ ચૌહાણ ( જિલ્લા ભાજપ મહામંત્રી) મૃગેશ રાઠોડ – (યુવા ભાજપ મહામંત્રી) અને કૃપાલસિંહ ઝાલા ( લીંબડી ગ્રામ્ય યુવા મોરચા પ્રમુખ ) બદ્રીનાથ દર્શનાર્થે ગયા હતા. જ્યાં અલકનંદા ખાડીમાં કાર ખાબકતા એક યુવકનું મોત નિપજયું હતું. એસડીઆરએફ સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ત્રણેય લીંબડી, વઢવાણ અને ચોટીલા ખાતે રહેતા હતા.

ત્રણ યુવક બદ્રીનાથ-કેદારનાથના દર્શને ગયા હતા ત્યારે પરત ફરતા સમયે તેમની ઈનોવા કાર 300 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં મૃગેશ રાઠોડનું નિધન થયું છે. હિતેન્દ્રસિંહ ચૌહાણને ગંભીર ઈજાઓ પહોંચતાં તેને હોસ્પિટલમાં ખસેડાયો છે. ક્રિપાલસિંહ ઝાલા અને ઈનોવા કારનો ડ્રાઈવર ધર્મપાલ હજી પણ ગાયબ છે. તેઓને શોધવાની કવાયત ચાલુ છે.

ચમોલી વિસ્તારના એસપીએ જણાવ્યું કે, શનિવારે આ અકસ્માત થયો હતો. જોશીમઠ અને બદરીનાથની વચ્ચે બદૌલાની પાસેથી પસાર થઈ રહેલી કાર હિમાલયન મંદિર તરફ જઈ રહી હતી. ત્યારે કાર 300 મીટર ઊંડી ખીણમાં પડી હતી, જેમાં એક યુવકનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ ઘટનાની જાણ થતાં તેમણે ઉત્તરાખંડના અધિકારીઓ સાથે વાત કરી હતી અને યુવકને શોધવાનું કામ યુધ્ધના ધોરણે શરૂ કરાયું છે.

 372 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર