બિહારના યુવા વૈજ્ઞાનિક ગોપાલને વધુ એક સિદ્ધી,નાસાએ તેમને નિમંત્રણ મોકલ્યા

બિહારના ભાગલપુરમાં કેળાના થડમાંથી વિજળી ઉત્પન્ન કરવાની શોધથી ચર્ચામાં આવેલા યુવા વૈજ્ઞાનિક ગોપાલ વધુ એક સિદ્ધી મેળવવાના છે. અમેરિકાની અંતરિક્ષ રિસર્ય સંસ્થા નાસાએ તેમને નવા પ્રોજેક્ટ પર કામ કરવા માટે તેડુ મોકલ્યું છે. આ પ્રોજેક્ટનું નામ ગોપનિયમ એલોઇ છે. તેના માટે ગોપાલે નાસાનો સંપર્ક કર્યો હતો.

ગોપાલ ભાગલપુરના ધ્રુવગંજ ખરીક બજારના રહેવાસી છે. તેમણે જણાવ્યું કે ગોપનિયમ એલોઇ પર નાસા સાથે કામ કરશે. જો પ્રોજેક્ટ સફળ રહ્યો તો સૂર્યનો અભ્યાસ કરવો સરળ થઇ જશે. ગોપનિયમ એલોઇ હાફનિયમ, ટેંટિલુનિયમ, કાર્બન અને નાઇટ્રોજનનું મિશ્રણ છે.

તેમને આ આઇડિયા સાઇન્સ ફિક્શન પર આધારિત એક ફિલ્મથી આવ્યો હતો. બીજી તરફ કેળાના થડથી વિજળી પેદા કરવાની ગોપાલની શોધ પર આધારિત પ્રોજેક્ટનું પેટન્ટ 2018માં થઇ ચૂક્યું છે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી